Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના સામે 'આ રીતે' લડો, મનમોહન સિંહની નરેન્દ્ર મોદીને પાંચ સલાહ

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (19:37 IST)
ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે સંક્રમણ સામેની લડાઈ માટે પાંચ સલાહ આપી છે. ભારતનાં અને રાજ્યોમની હૉસ્પિટલોમાં બેડ્સ, ઓક્સિજન, ઍમ્બ્યુલન્સ, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે અને દર્દીઓના પરિવારજનો આ માટે રઝળપાટ કરી રહ્યા છે. દિવસેને દિવસે આ અંગે સ્થિતિ વણસતી જઈ રહી છે.

ગુજરાતની હૉસ્પિટલોમાં જગ્યા ન હોવાનો એકરાર ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કર્યો છે અને સ્મશાનોમાં પણ વેઇટિંગ છે. લગભગ આવી જ સ્થિતિ દેશનાં અન્ય કેટલાંક રાજ્યોમાં પણ છે.

આ સ્થિતિમાં પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેટલીક બાબતો પર સૂચનો કર્યાં છે. ડૉ. મહમોહન સિંહના પત્રમાં રસીકરણના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોરોના વાઇરસના સંકટ સામેની લડાઈ જીતવા માટે તેઓ રસીકરણને વેગ આપવાને આવશ્યક સમજે છે.

તેઓ લખે છે, "ગયા આખા વર્ષ દરમિયાન શહેરોમાં રહેતાં બાળકોને માતાપિતાએ જોયા નહોતાં, પૌત્રોને દાદા-દાદીએ જોયાં નથી."
 
"શાળાઓમાં શિક્ષકોએ બાળકોને જોયાં નથી, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, લાખો લોકો ગરીબીની ખાઈમાં ધકેલાયા."
 
ડૉ. મનમોહન સિંહ લખે છે કે દેશમાં સર્જાયેલી આરોગ્યસંકટની સ્થિતિમાં હું કેટલાંક સૂચનો આપવા માગું છું.

ડૉ. મનમોહન સિંહનાં સૂચનો રસીકરણનું આયોજન - મનમોહન સિંહ પત્રમાં લખે છે, ડૉ. મનમોહન સિંહે લખ્યું છે, "દેશમાં કેટલા ટકા લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે, તે જોવાની જગ્યાએ મોટાપ્રમાણમાં લોકોને રસી આપવામાં આવે."કંપનીઓને રસીના કેટલા ડોઝનો ઑર્ડર આપ્યો છે, આગામી છ મહિના સુધી કેટલી રસીને ડિલિવરી માટે મંજૂરી મળી છે, વગેરે માહિતી સરકારે જાહેર કરવી જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સમન્વય - રસીના સંભવિત પુરવઠામાંથી રાજ્યોને કઈ ફૉર્મ્યુલા આધઆરે વહેંચણી કરાશે, આ અંગે સરકારે સંકેત આપવા જોઈએ. કેન્દ્ર સરકાર 10 ટકા રસી ઇમર્જન્સી માટે બાજુ પર રાખી શકે છે. રાજ્યોને આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે, જેથી તેઓ એ પ્રમાણે આયોજન કરી શકે. કોરોના દર્દી પાસે ઇન્જેક્શનના બહાને 45 હજાર ખંખેરતો રાજકોટનો 'સમાજસેવક' કઈ રીતે ઝડપાયો? ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યા વિસ્તૃત કરવી - શાળાના શિક્ષકોને ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે ગણી રસી આપવા ડૉ. મનમોહન સિંહે સૂચન કર્યું છે. તંત્રે ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યા વિસ્તૃત કરીને તેમાં અન્ય વર્ગોને સમાવવાની જરૂર છે, જેમનું પણ રસીકરણ કરવું જોઈએ. વૅક્સિન કોને આપવી તેને લઈને એક જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, તેમાં રાજ્યોને છૂટછાટ આપવામાં આવવી જોઈએ.45 વર્ષથી ઓછી વયના કેટલાંક ક્ષેત્રોના લોકોનો તેમાં સમાવેશ થશે. ઉદાહરણ માટે શાળાના શિક્ષકો; બસ, થ્રી-વ્હિલર અને ટૅક્સી ડ્રાઇવર; મ્યુનિસિપલ અને પંચાયતના સ્ટાફ અને થઈ શકે તો વકીલોને રસી આપવી જોઈએ. જેઓ પણ ફ્રન્ટલાઇન વર્કર તરીકે કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત સૌથી મોટા રસીનિર્માતા દેશ તરીકે ઊભરી આવ્યો છે. જાહેર આરોગ્યના ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં સરકારે ભંડોળ અને સવલતો આપીને રસીનિર્માતાઓને વધુમાં વધુ મદદ કરવી જોઈએ. જેના થકી ઉત્પાદન વધારી શકાશે. આ સિવાય મને લાગે છે કે આ સમયે એક અનિવાર્ય પરવાનો બહાર પાડવાની જરૂર છે, જે અંતર્ગત કંપની એક પરવાના આઘારે રસી બનાવી શકશે. HIV/AIDSની રસી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. રસીની આયાત કરવી - દેશમાં રસીનો મર્યાદિત પુરવઠો હોવાથી યુરોપિયન મેડિકલ એજન્સી USFDA દ્વારા જેની મંજૂરી મળી છે, એવી રસીની આયાત માટે પરવાનગી આપવી જોઈએ. આપણે એક અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઇમર્જન્સી સ્થિતિમાં રસીની આયાત માટે સવલતો ઊભી કરવી જોઈએ.
ડૉ. મનમોહન સિંહનાં સૂચનો
રસીકરણનું આયોજન - મનમોહન સિંહ પત્રમાં લખે છે, ડૉ. મનમોહન સિંહે લખ્યું છે, "દેશમાં કેટલા ટકા લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે, તે જોવાની જગ્યાએ મોટાપ્રમાણમાં લોકોને રસી આપવામાં આવે."કંપનીઓને રસીના કેટલા ડોઝનો ઑર્ડર આપ્યો છે, આગામી છ મહિના સુધી કેટલી રસીને ડિલિવરી માટે મંજૂરી મળી છે, વગેરે માહિતી સરકારે જાહેર કરવી જોઈએ.
 
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સમન્વય - રસીના સંભવિત પુરવઠામાંથી રાજ્યોને કઈ ફૉર્મ્યુલા આધઆરે વહેંચણી કરાશે, આ અંગે સરકારે સંકેત આપવા જોઈએ. કેન્દ્ર સરકાર 10 ટકા રસી ઇમર્જન્સી માટે બાજુ પર રાખી શકે છે. રાજ્યોને આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે, જેથી તેઓ એ પ્રમાણે આયોજન કરી શકે.
કોરોના દર્દી પાસે ઇન્જેક્શનના બહાને 45 હજાર ખંખેરતો રાજકોટનો 'સમાજસેવક' કઈ રીતે ઝડપાયો?
 
 
ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યા વિસ્તૃત કરવી - શાળાના શિક્ષકોને ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે ગણી રસી આપવા ડૉ. મનમોહન સિંહે સૂચન કર્યું છે.
તંત્રે ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યા વિસ્તૃત કરીને તેમાં અન્ય વર્ગોને સમાવવાની જરૂર છે, જેમનું પણ રસીકરણ કરવું જોઈએ. વૅક્સિન કોને આપવી તેને લઈને એક જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, તેમાં રાજ્યોને છૂટછાટ આપવામાં આવવી જોઈએ.45 વર્ષથી ઓછી વયના કેટલાંક ક્ષેત્રોના લોકોનો તેમાં સમાવેશ થશે. ઉદાહરણ માટે શાળાના શિક્ષકો; બસ, થ્રી-વ્હિલર અને ટૅક્સી ડ્રાઇવર; મ્યુનિસિપલ અને પંચાયતના સ્ટાફ અને થઈ શકે તો વકીલોને રસી આપવી જોઈએ. જેઓ પણ ફ્રન્ટલાઇન વર્કર તરીકે કામ કરી રહ્યા છે.
 
 
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત સૌથી મોટા રસીનિર્માતા દેશ તરીકે ઊભરી આવ્યો છે.
 
જાહેર આરોગ્યના ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં સરકારે ભંડોળ અને સવલતો આપીને રસીનિર્માતાઓને વધુમાં વધુ મદદ કરવી જોઈએ. જેના થકી ઉત્પાદન વધારી શકાશે.
 
આ સિવાય મને લાગે છે કે આ સમયે એક અનિવાર્ય પરવાનો બહાર પાડવાની જરૂર છે, જે અંતર્ગત કંપની એક પરવાના આઘારે રસી બનાવી શકશે. HIV/AIDSની રસી માટે આ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો.
 
રસીની આયાત કરવી - દેશમાં રસીનો મર્યાદિત પુરવઠો હોવાથી યુરોપિયન મેડિકલ એજન્સી USFDA દ્વારા જેની મંજૂરી મળી છે, એવી રસીની આયાત માટે પરવાનગી આપવી જોઈએ. આપણે એક અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઇમર્જન્સી સ્થિતિમાં રસીની આયાત માટે સવલતો ઊભી કરવી જોઈએ.
 
 
 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments