Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdown 4 Guideline - સીએમ રૂપાણીનો પ્રજાજોગ સંદેશઃ લૉકડાઉન 4ના નવા નિયમો જાહેર કર્ચાં

Webdunia
સોમવાર, 18 મે 2020 (20:21 IST)
વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ, યોદ્ધાઓ આપણે બધા એક થઈને કોરોના સામે લડી રહ્યા છે. આપણે લોકડાઉનમાં સારો સહકાર આપ્યો, લોકોને તકલીફ પડી છતાં પણ પોતાનો સહકાર આપ્યો.  લોકડાઉન 1 અને 2માં અલગ વાત અને 3માં અલગ વસ્તુ હતી. ગઈકાલે 4નું નોટિફિકેશન બહાર પાડ્યું. કોરોનાની લડાઈ હજુ લાંબી છે. કોરોનાને મ્હાત કરવા અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. 55 દિવસના લોકડાઉનમાં દરરોજ કમાઈને ખાનારા લોકો, શ્રમિક, મધ્યમવર્ગનાં લોકોને ઘણી તકલીફો પડી.

લોકડાઉન 3માં ગ્રીન,રેડ અને યેલો ઝોન કર્યા હતા. જેમાં ગ્રીન અને ઓરેન્જ અમુક છૂટછાટ આપવામાં આવી હતી. આ વખતની ભારત સરકારની ગાઈડલાઈનમાં રાજ્ય સરકાર અને કેન્દ્રની હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે કયા વિસ્તારોમાં સંક્રમણ થયું છે તેના આધારે નક્કી કર્યું છે. રાજ્ય સરકારે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ઝોન કરીશું. રાજ્યમાં વ્યવસ્થાઓમાં ભે ભાગ- એક કન્ટેઈન્મેન્ટ અને બીજો નોન કન્ટેઈન્મેન્ટ ઝોન. કન્ટેઈન્મેન્ટ ઝોન કે જ્યાં કેસો બહાર આવી રહ્યા છે. અને બીજો જ્યાં સ્થિતિ સારી છે. આપણે કલેક્ટર અને મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા કરીને ઝોન જાહેર કરશે,

કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહી, અને જે વ્યવસ્થા ચાલુ હશે તે જ ચાલુ રહેશે. અને આગામી સમયમાં કેસોના આધારે તેનો રિવ્યુ કરાશે. સવારે 8- બપોરે 3 સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ રહેશે. આરોગ્ય સેવાની પણ છૂટ રહેશે. અને નોન કન્ટેઈમેન્ટ વિસ્તારમાં સવારના 8થી બપોરના 4 સુધી દુકાનો ખોલવાની છૂટ અપાશે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે સાંજે 7-સવારના 7 સુધી નાઈટ કરફ્યુનો અમલ કરાશે. બંને વિસ્તારોમાં શાળા-કોલેજ, કોચિંગ ક્લાસ બંધ રહેશે. જીમ, સ્વિમિંગ પુલ, બગીચા, થિયેટર, કે જાહેર કાર્યક્રમો બંધ રહેશે.

સિટી બસ સેવા, ખાનગી બસ સેવા કન્ટેઈમેન્ટ વિસ્તારમાં મંજૂરી નથી. કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ કરવામાં આવશે. બીજા તબક્કામાં આ બે શહેર અંગે નિર્ણય લેવામાં આવશે. એક રિક્ષામાં વધુમાં વધુ 2 પેસેન્જર બેસાડવામાં આવશે.
માર્કેટ એરિયા, શોપિંગ કોમ્પલેક્ષમાં છૂટ આપવામાં આવશે. ઓડ અને ઈવન પ્રમાણે વારાફરતી ખોલવાની રહેશે. 50 ટકા એક દિવસે અને 50 ટકા બીજા દિવસે ખુલી રહેશે. અને દુકાનમાં 5થી વધારે ગ્રાહકો ન હોવા જોઈએ. કન્ટેઈન્મેન્ટ ઝોનના મજૂરો અને કર્મચારીઓને બહાર કામ માટે જવા દેવામાં નહીં આવે.
અમદાવાદમાં પશ્વિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ, દુકાનો અને ઓફિસો ચાલુ કરવામાં આવશે. સ્થાનિક સત્તાવાળા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં છૂટ મળશે નહીં. બીજા તબક્કામાં વિચાર કરીશું. સમગ્ર ગુજરાતમાં એસટી બસ શરૂ થશે. અમદાવાદમાં એસટી બસને પ્રવેશ અપાશે નહી. લગ્ન સમારોહમાં 50થી વધુ વ્યક્તિને મંજરી અપાશે નહી.
મૃતકના અંતિમ સંસ્કારમાં 20 વ્યક્તિને મંજૂરી અપાશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર દુકાનોને છૂટ આપે છે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર પાન મસાલાની પણ છૂટ અપાશે. પણ દુકાન પર ટોળા ન થવા જોઈએ. વસ્તુ લઇને ફટાફટ નીકળી જાય તે મંજૂરી આપશે. વાળંદની દુકાનો બ્યુટીપાર્લર અને સલૂનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મંજૂરી આપવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. કેબ અને ટેક્સીની સર્વિસ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ડ્રાઈવર અને પ્લસ બે વ્યક્તિની છૂટ આપવામાં આવે છે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં કેબ ટેક્સી બંધ રાખવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર હોટેલોને હોમ ડિલિવરીની મંજૂરી અપાશે. તેમના હેલ્થ કાર્ડ સાથે જ હોમ ડિલિવરી કરવામાં આવશે.
રાજ્યમાં સિટી લિમિટ બહાર હાઈવે ઉપર ધાબા અને રેસ્ટોરન્ટને સોશિયસ ડિસ્ટન્સના નિયમો સાથે છૂટ આપવામાં આવે છે. 33 ટકા કર્મચારીઓની ઓફિસો કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ઓફિસ ખોલવાની છૂટ આપવામાં આવશે. પૂર્વ અમદાવાદમાં આ છૂટ નહીં અપાય. તમામ ગેરેજ, વર્કશોપને ચાલુ કરી શકાશે. ટુ વ્હીલરમાં એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર પ્લસ 2 વ્યક્તિ અવરજવર કરશે.
સુરતમાં ટેક્સટાઈલને છૂટ આપવામાં આવે છે. ટેક્ષટાઈલ માર્કેટ ઓડ – ઈવન પદ્ધતિથી ખુલશે. અને સિટી અને બહાર બંને ચાલુ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશનને છૂટ આપવામાં આવશે. મંગળવારથી આ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. 200 રૂપિયાનો દંડ માસ્ક ન પહેરનાર અને થૂંકનારને થશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Live 22 નવેમ્બરની અપડેટ- વડોદરામાં રસ્તા રોકતા દબાણો હટાવવા દરમિયાન કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ

WhatsApp લાવ્યો નવુ ફીચર હવે વાઈસ નોટને બદલી શકશો ટેક્સટમાં જાણો કેવી રીતે કામ કરશે.

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

આગળનો લેખ
Show comments