Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર : આયોડિનની ઉણપ બાળકના વિકાસમાં અવરોધ

Webdunia
બાળકોમાં આયોડિનની ઉપણ ન સર્જાય એ બહુ જરૂરી છે કારણ કે બાલ્યાવસ્થામાં આયોડિનની ઉણપથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ નથી થઇ શકતો. આયોડિનની ઉણપથી બાળક 'ક્રેટિન' કે 'મંદબુદ્ધિ' રહી શકે છે અને તે યોગ્ય રીતે હરીફરી શકતું પણ નથી. આ સમસ્યા ટાળવા માટે તમે યોગ્ય આયોડિનયુક્ત મીઠું વાપરી શકો છો.

આયોડિનયુક્ત મીઠું ઉપરથી સામાન્ય મીઠા જેવું જ દેખાય છે પણ તેમાં આયોડિન મિક્સ કરવામાં આવે છે. માતાના શરીરમાં આયોડિનની સામાન્ય ઉણપ પણ બાળક પર ખરાબ અસર પાડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યાની ત્યાંસુધી જાણ નથી થઇ શકતી જ્યાંસુધી બાળક શાળાએ જવા લાયક ન થઇ જાય.

ક્રેટિનિઝ્મ( cretinism- શારીરિક વિકૃતિવાળી બુદ્ધિહીન વ્યક્તિત્વ) : ક્રેટિનિઝ્મનો કોઇ ઇલાજ નથી. આ સ્થિતિમાં બાળક બહેરુ, ગુંગુ રહી શકે છે અથવા તો તેની ઊંચાઈનો વિકાસ ન થવાથી તે મોટી ઉંમરે પણ ઠીંગણું જ રહી જાય છે. આગળ જણાવ્યું તેમ ક્રેટિનિઝ્મનો કોઇ ઇલાજ તો નથી પણ તેને સરળતાથી રોકી ચોક્કસ શકાય છે. દરરોજ આયોડિનયુક્ત મીઠાના પ્રયોગથી બાળકને આ સમસ્યાનો ભોગ બનતું રોકી શકાય છે.

આયોડિનનું મહત્વ :

- આપણી થાયરોઇડ ગ્રંથિ સારી રીતે કામ કરે તે માટે આયોડિન બહુ જરૂરી છે અને બાળકોના મગજના વિકાસમાં પણ આયોડિનની ભૂમિકા મહત્વની હોય છે.

- શરીરના યોગ્ય વિકાસ માટે આયોડિન લેવું જરૂરી છે અને તે શરીરનું વજન પણ નિયંત્રિત રાખે છે.

આયોડિનયુક્ત આહાર : અનાજ, શાકભાજી, દૂધ વગેરેમાંથી આયોડિન મળી શકે છે. કેટલાંક સમુદ્રી જીવોમાં પણ પૂરતી માત્રામાં આયોડિન હોય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Show comments