Biodata Maker

Navratri Day 5: સ્કંદમાતા ના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Webdunia
શનિવાર, 13 એપ્રિલ 2024 (08:01 IST)
Navratri Day 5 skandamata puja- નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે. સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે
 
દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય ભગવાન સ્કંદ 'કુમાર કાર્તિકેય' ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
 
સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે.
 
નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે.
 
સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.
 
માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.
 
સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.
સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.
 
આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી પાંચમા નવરાત્રામાં આદિશક્તિ માતા દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા હોય છે.પંચમીનાં દિવસે ઉજળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
 
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments