ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની જેમ યોજાનારી કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) 2020 ની શરૂઆત 18 ઓગસ્ટથી થવાની છે. આ ટી 20 લીગની અંતિમ મેચ 10 સપ્ટેમ્બરના રોજ રમાશે. સેમિફાઇનલ અને ફાઈનલ પહેલા લીગની 30 મેચ રમાશે. તમામ મેચ 2 સ્ટેડિયમ, બ્રાયન લારા સ્ટેડિયમ, તારૌબા (ત્રિનીદાદ) અને ક્વીન પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન (ત્રિનીદાદ) ખાતે યોજાશે. ફાઇનલ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે.
કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) માં રોજ 2 મેચ રમવામાં આવશે. ભારતીય સમય મુજબ પ્રથમ મેચનો સમય સાંજે 7.30 વાગે અને બીજી મેચ વહેલી સવારે 3 વાગ્યાથી રમવામાં આવશે.
કેરેબિયન પ્રીમિયર લીગમાં કેરોન પોલાર્ડ ટ્રિનબાગો નાઈટ રાઇડર્સની કપ્તાની કરશે. પોલાર્ડ ડ્વેન બ્રાવો તરફથી ટીમની લગામ સંભાળશે, જેમની કપ્તાની હેઠળ ટ્રિનબાગો નાઈટ રાઇડર્સએ 2017 અને 2018 માં સતત CPL ટાઇટલ જીત્યા હતા.