Webdunia - Bharat's app for daily news and videos

Install App

માધુરીને પોતાનુ લગ્નજીવન ડિસ્ટર્બ થવાનો ભય કેમ સતાવી રહ્યો છે ?

Webdunia
સોમવાર, 13 જૂન 2016 (12:51 IST)
રાજકુમાર હિરાની હાલ સંજય દત્તના જીવન પર એક ફિલ્મ બનાવી રહ્યા છે. ગયા વર્ષે એવુ સાંભળવા મળ્યુ હતુ કે સંજય દત્તની બાયોપિકમાં માધુરી કદીક્ષિત સાથે જોડાયેલ કોઈ પ્રસંગ જોવા નહી મળે. હિરાનીએ માધુરી અને સંજય દત્તની રિલેશનશિપ સાથે જોડાયેલા બધા પ્રસંગ સ્ક્રિપ્ટમાંથી હટાવી દીધા છે. હવે સાંભળવા મળ્યુ છે કે માધુરીએ સંજય દત્તને ફોન કરીને આ કંફર્મ કરવા માટે કહ્યુ કે છે કે ક્યાય તેમનો ઉલ્લેખ આ બાયોપિકમાં તો નથી થઈ રહ્યો ને  ? 
 
એવુ કહેવાય છે કે એક સમય સંજય દત્ત અને માધુરે દીક્ષિત રિલેશનશિપમાં હતા. સૂત્રોએ જણાવ્યુ કે માધુરી દીક્ષિત અને સંજય દત્તના બ્રેકઅપ થયે લાંબો સમય વીતી ચુક્યો છે. આ બંને હવે પોત પોતાના પરિવાર સાથે ખુશ છે. આવામાં બંને નહી ઈચ્છે કે ફરી એ સમયને યાદ કરવામાં આવે.  તેથી માધુરીએ સંજયને કહ્યુ કે તે તપાસ કરી લે કે તેમની રિલેશનશિપને લઈને ફિલ્મમાં કોઈ સીન તો નથી ને ? જેના જવાબમાં સંજય દત્તે માધુરીને વિશ્વાસ અપાવ્યો કે મેકર્સ તેમની રિલેશનશિપ સાથે જોડાયેલા બધા પ્રસંગો પહેલા જ હટાવી ચુક્યા છે. 
 
માધુરી દીક્ષિત અને સંજય દત્તે એક સાથે ખલનાયક સાજન અને સાહિબા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. એવુ કહેવાય છે કે સંજય જ્યારે 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપમાં જેલ ગયા હતા ત્યા સુધી માધુરી તેમની સાથે રિલેશનશિપમાં હતી. પણ એ ઘટના પછી તેણે જુદા થવાનો નિર્ણય કરી લીધો હતો. 
 
એવુ કહેવાય છે કે સંજય દત્તની બાયોપિક માટે રણબીર કપૂરને સાઈન કરવામાં આવ્યો છે. રણબીર ઉપરાંત બે અભિનેત્રીઓને સાઈન કરવામાં આવી છે. એક સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માનું પાત્ર ભજવશે અને બીજી તેમની વર્તમાન પત્ની માન્યતા દત્તના રોલમાં જોવા મળશે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

દ સ્નો કિંગ

Pre Marriage Tips: દુલ્હન એ લગ્ન ના એક મહિના પહેલા કરી લેવું આ કામ, બધા જ થશે પ્રભાવિત

HMPV Virus Symptoms - ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના બાળકો અને યુવાઓમાં જોવા મળતા લક્ષણો ? જાણા કેવી રીતે બચવુ અને શુ છે ઉપાય

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

આગળનો લેખ
Show comments