rashifal-2026

Saif Ali Khan Health Update - સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા, સફળ સર્જરી કરવામાં આવી, હોસ્પિટલે આપી દરેક અપડેટ

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (12:19 IST)
Saif Ali Khan Health Update - અભિનેતા સૈફ અલી ખાનને ગંભીર અવસ્થામાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બતાવાય રહ્યુ છે કે અભિનેતા પર ચપ્પુથી હુમલો થયો છે. આ દુર્ઘટના તેમના રહેઠાણ પર થઈ, જ્યા એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદાથી ઘુસી આવ્યો હતો. આ દરમિયાન તેના પર ધારદાર ચપ્પુથી અટેક કરવામાં આવ્યો. હવે અભિનેતાનો હોસ્પિટલમાં ઉપચાર ચાલુ છે. આ મામલે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસ અને હોસ્પિટલ સંચાલકે પોતાનુ નિવેદન રજુ કરી દીધુ છે. અભિનેતાની ટીમે પણ તેની સાથે જોડાયેલ માહિતી શેયર કરી છે. આ મામલો મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાનો બતાવાય રહ્યો છે. 
 
હોસ્પિટલે આપી માહિતી 
સૈફ અલી ખાંપર હુમલાને લઈને લીલાવતી હોસ્પિટલે પણ નિવેદન રજુ કર્યુ છે. જેમા બતાવવામાં આવ્યુ છે કે અભિનેતાની હાલત કેટલી ગંભીર છે અને તેના શરીરના કયા અંગો પર અજ્ઞાત વ્યક્તિએ હુમલો કર્યો છે. હોસ્પિટલ મુજબ સૈફ અલી ખાન પર 6 સ્થાન પર વાર કરવામાં આવ્યો છે અને અભિનેતાના શરીર પર 2 સ્થાન પર ઊંડા ઘા થયા છે. ગરદન અને કરોડરજ્જુ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાન સર્જરીમાંથી બહાર આવ્યા છે અને ખતરાની બહાર છે. તે હાલમાં સ્વસ્થ છે અને ડોક્ટરની દેખરેખ હેઠળ છે. પરિવારના બધા સભ્યો સુરક્ષિત છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. લીલાવતી હોસ્પિટલના ડૉ. નીરજ ઉત્તમણી, ડૉ. નીતિન ડાંગે, ડૉ. લીના જૈન અને ટીમનો આભાર. આ સમય દરમિયાન તેમના બધા ચાહકો અને શુભેચ્છકોની પ્રાર્થના બદલ આભાર.

<

Official Statment!#saifalikhan pic.twitter.com/HaoHGOulT6

— RVCJ Movies (@rvcjmovies) January 16, 2025 >
 
પોલીસે રજુ કર્યુ નિવેદન 
એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં, તેમના પુત્ર જેહના બેડરૂમમાં, 16.1.2024 ના રોજ સવારે લગભગ 2:00 વાગ્યે, તેમની ઘરની નોકરાણી શ્રીમતી આરિયામા ફિલિપ્સ ઉર્ફે લીમાએ એક અજાણ્યા વ્યક્તિને જોયો. તેણે તરત જ એલાર્મ વગાડ્યો, જેના પછી સૈફ અલી ખાન આગળ આવ્યો. પછી તે વ્યક્તિએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેના કારણે સૈફ અલી ખાન ઘાયલ થયો. આ ઘટનામાં તેમની નોકરાણી પણ ઘાયલ થઈ હતી.સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બધા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને આરોપીઓની શોધ ચાલુ છે. આ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજના પહેલા 2 કલાકમાં, કોઈ અંદર પ્રવેશતું જોવા મળ્યું નથી. પોલીસને શંકા છે કે હુમલાખોર પહેલાંથી જ અંદર હતો. મહિલા સ્ટાફ પર પણ હુમલો થયો છે. તેની પણ સારવાર ચાલી રહી છે. સૈફ પણ ખતરામાંથી બહાર છે.  
 
અજાણ્યો વ્યક્તિ કેવી રીતે પ્રવેશ્યો ઘરની અંદર 
સૂત્રોના મતે, સૈફના ઘરની પાઇપલાઇન છે અને તે બેડરૂમમાં અંદર ખુલે છે. પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે કે આ પાઇપલાઇનમાંથી જ અજાણી વ્યક્તિ સીધી બેડરૂમમાં આવી હતી
 
 કરીના ઘરમાં હતી કે નહી ? 
આ ઘટના દરમિયાન અભિનેતાની પત્ની કરીના કપૂર અને બાકીના સભ્યો ક્યા હતા તેની સત્તાવાર માહિતી મળી નથી પરંતુ કરિના કપૂરની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેની બહેનો કરીના કપૂર, રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી. ત્રણેયે સાથે રાત્રિભોજનનો આનંદ માણ્યો. આ પાર્ટીમાં કરીના હાજર હતી. સૈફ પર હુમલો થયો ત્યારે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ નથી.
 
ઉલ્લેખનીય છે કે કરિના કપૂર અંતિમવાર દેવરા પાર્ટ 1 માં જોવા મળી હતી. ફિલ્મમાં તેમની સાથે જૂનિયર એનટીઆર લીડ રોલમાં હતો. અભિનેતાએ નેગેટિવ પાત્ર ભજવ્યુ હતુ. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યુ.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

આગળનો લેખ
Show comments