Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday Special: એક કિસ સીન પછી પછતાઈ હતી માધુરી દીક્ષિત

Webdunia
સોમવાર, 15 મે 2017 (16:53 IST)
બોલીવુડની સૌથી સુંદર અને લાખો દિલોની ધડકન માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. માધુરી આજે 49 વર્ષની થઈ ગઈ છે.  15 મે 1976ના રોજ જન્મેલી માધુરી ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી.  માધુરી એક્ટર નહી પણ ડોક્ટર બનવા માંગતી હતી. 3 વર્ષની નાની વયથી ડાંસ સીખનારી માધુરીએ લગભગ 8 વર્ષ સુધી કથક સીખ્યુ છે. તે એક પ્રોફેશનલ કથક ડાંસર છે. 
 
માધુરી પોતાની અદાની અને ડાંસ સાથે જ ખૂબ જ દિલકશ મુસ્કાન માટે પણ જાણીતી છે. માધુરીની એક સ્માઈલ પર દિલ ધડકી ઉઠે છે. 
 
માધુરીએ 1984માં ફિલ્મ અબોધથી ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે તેજાબ(1988) રામ લખન1989),પરિન્દા(1989), ત્રિદેવ'(1989), કિશન કનૈયા(1990),  પ્રહાર (1991), ફિલ્મ દિલ (1990),દિલ તો પાગલ હૈ (1997),  પુકાર(2000),  લજ્જા (2001), દેવદાસ (2002), આજા નચ લે (2007) સહિત અનેક ફિલ્મોમાં કાર્યુ છે.  માધુરીએ પોતાના ફિલ્મી કેરિયરમાં લગભગ 70 ફિલ્મોમાં કામ કર્યુ.  તે ટીવી પર ડાંસિગ શોઝ ની જજના રૂપમાં કામ કરે છે. 

જન્મદિવસ પર આવો જાણીએ માધુરી દીક્ષિત વિશે રોચક વાતો 

 
21 વર્ષ મોટા હીરો સાથે કિસ સીન કરવાનો થયો પસ્તાવો 
 
માધુરી  એ સમયે ખૂબ ચર્ચામાં રહી હતી જ્યારે તેણે ફિલ્મ દયાવાનમાં પોતાનાથી 21 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે એક કિસ સીન કર્યો હતો.  એ સમયે વિનોદની વય 42 વર્ષની હતી જ્યારે કે માધુરી માત્ર 21 વર્ષની હતી. 
 
આ સીનની ખૂબ આલોચના થઈ હતી. આ કિસ સીન માધુરીએ અફસોસ બતાવ્યો હતો તે પછતાઈ રહી હતી કે આ કિસ સીન કેમ કર્યો. ત્યારબાદ માધુરીએ કોઈ પણ ફિલ્મમાં કિસ ન આપવાનું નક્કી કર્યુ. 
 
 

એક દો તીન ગીતથી થઈ હિટ 
 
તેજાબથી હિટ થયેલી માધુરીએ શ્રીદેવીને પાછળ છોડી દીધી હતી. ત્યારબાદ હમ આપ કે હૈ કોન માં કામ કરવા માટે માધુરી દીક્ષિતે 2.7 કરોડ રૂપિયાની ફી લીધી હતી જે સલમાન ખાન કરતા વધુ હતી.  તે આજે પણ સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે. 
 
 

અનિલ કપૂર સાથે અફેયરના સમાચાર 
એક સમય હતો જ્યારે અનિલ કપૂર અને માધુરી દીક્ષિતના અફેયરના સમાચાર હતા. બંને તેજાબ (1988), 'રામ લખન' (1989) અને 'કિશનકનૈયા' (1990) અને 'બેટા' (1992) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. જો કે પછી અનિલ કહ્યુ કે તે અફવા જાણી જોઈને ફિલ્મો હિટ કરાવવા માટે ઉડાવી હતી.  હુ મારી પત્ની સાથે ખૂબ ખુશ છુ. 
 
 

સંજય દત્ત અને માધુરીની લવ સ્ટોરી રહી ચર્ચામાં 
ફિલ્મ ખતરો કે ખેલાડીમાં પહેલીવાર સંજય દત્ત અને માધુરી એક સાથે જોવા મળ્યા. ફિલ્મ ફિલ્મ સાજનના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધી ગઈ. ફિલ્મમાં રોમાંસ કરતા કરતા બંને એકબીજાને દિલ આપી બેસ્યા.  
સંજય અને માધુરીની લવ સ્ટોરી ખૂબ ચર્ચામાં રહી. બંને લગ્ન કરવાનો પ્લન પણ કરી ચુક્યા હતા. સંજય પરણેલા હતા અને તેમની એક પુત્રી ત્રિશાલા હતી. તેથી માધુરીના પિતાને આ સંબંધ ગમ્યો નહી. 
 
ત્યારબા સંજય દત્ત જેલમાં ગયા અને પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ. 
 
માધુરીએ લગભગ 3 વર્ષની વયમાં કથક સીખ્યુ હતુ. તેમની બે બહેનો અને એક ભઈ પણ છે. માધુરીનો પરિવાર લાઈમલાઈટથી દૂર જ રહે છે. 
 
 

બનવા માંગતી હતી ડોક્ટર 
માધુરી દીક્ષિત ફિલ્મોમાં કામ કરવા માંગતી નહોતી તે ભણવામાં હોશિયાર હતી તેણે માઈક્રોબાયોલોજીમાં ડિગ્રી લીધી છે. તે એક માઈક્રોબાયોલોજિસ્ટ બનવા માંગતી હતી. 
 
 

દેવદાસમાં પહેર્યો 30 કિલોનો ડ્રેસ 

 
દેવદાસમાં માધુરીએ ખાસ ઓળખ મળી. ફિલ્મમાં તે પોતાની અદાકારી સાથે મોંઘા અને ભારે ડ્રેસ પહેરવાને કારણે ચર્ચામાં રહી. કાહે છેડ મોહે  ના શૂટિંગ દરમિયાન માધુરીએ 30 કિલોગ્રામનો કોસ્ટ્યૂમ પહેર્યો હતો. જેને કારણે માધુરીને કોરિયોગ્રાફીમાં થોડી મુશ્કેલી આવી રહી હતી.  તેમ છતા તેણે  તે પુરો કર્યો. 
 
 

બિરજૂ મહારાજે બતાવી શ્રેષ્ઠ ડાંસર 
માધુરીને ડાંસમાં ટક્કર આપનારુ કોઈ નથી. માધુરી દીક્ષિત પોતાના સમયની એકમાત્ર એવી અભિનેત્રી છે જેના કોરિયોગ્રાફર બનવા માટે ખુદ કથક ગુરૂ પંડિત બિરજૂ મહારાજ તૈયાર થયા. ફિલ્મ દેવદાસમાં કોરિયોગ્રાફ પછી પંડિત બિરજૂ મહારાજે માધુરીને બોલીવુડની સૌથી શ્રેષ્ઠ નર્તકી બંતાવી હતી. 
 
 
13 વાર બેસ્ટ અભિનેત્રી માટે નામાકિત થઈ 
 
માધુરી બોલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જેને સૌથી વધુ 13 વાર ફિલ્મ ફેયર બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ માટે નામાંકિત થઈ. તે 3 વાર બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જીતી ચુકી છે.   માધુરીનો કોઈપણ એવોર્ડ ફંક્શનમાં એક ડાંસ પરફોર્મંસ જ ચાર ચાંદ લગાવી દે છે. 
 
 

ચિત્રકાર એમ એફ હુસૈન માધુરીના સૌથી મોટા ફેન 
જાણીતા ચિત્રકાર એમ એફ હુસૈન માધુરીના એટલા મોટા પ્રશંસક હતા કે તેમણે તેની ફિલ્મ હમ આપકે હૈ કોન 67 વાર જોઈ. એટલુ જ નહી હુસૈને માધુરીની ફિલ્મ આજા નચલે જોવા માટે એક આખુ થિયેટર બુક કરાવી રાખ્યુ હતુ. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

આગળનો લેખ
Show comments