Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD કિશોર કુમાર - રોમાંટિક ગીત હોય કે દર્દ ભર્યુ, તેમનુ દરેક ગીત દિલમાં ઉતરી જાય છે

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (18:20 IST)
સદાબહાર ગાયક કિશોર કુમારની મસ્તીભરી, મીઠી અવાજના લોકો આજે પણ દિવાના છે.  રોમાંટિક ગીત હોય કે દર્દ ભર્યા તેમનો જાદુભર્યા અવાજે દરેક ગીતને લોકોના દિલ સુધી પહોંચાડ્યુ છે. 
 
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ચાર ઓગસ્ટ 1929ના રોજ કિશોર કુમારનો જન્મ થયો. કિશોર કુમારનુ અસલી નામ આભાસ કુમાર ગાંગુલી હતુ. હિન્દી સિનેમામાં દશકાઓ સુધી છવાયેલા રહેનારા કિશોર કુમારે હિન્દી સિનેમાની યાત્રા કોરસ ગાયકના રૂપમાં શરૂ કરી હતી. 1948માં બનેલ ફિલ્મ 'જિદ્દી'થી તેમણે સોલો ગાયનની શરૂઆત કરી. 1950થી લઈને 1970 સુધીના દશકોમાં જ્યા એક બાજુ મુકેશ અને મોહમ્મદ રફીના લોકો દિવાના હતા, બીજી બાજુ સમકાલીન રહેલ કિશોરે દરેક પ્રકારના ગીતોમાં પોતાનો અવાજ આપીને લોકોને સમ્મોહિત કરી લીધા.
 
એક ગાયકની સાથે સાથે કિશોર એક સારા અભિનેતા પણ હતા. કિશોર કુમારે બીજાની ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પોતાની ફિલ્મો પણ બનાવી. પોતાના જીવનકાળમાં કિશોર કુમારે 90થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 600થી વધુ ફિલ્મોમાં ગીત ગાયા રોમાંટિક ગીતોમાં તેમની ઓડલઈ-ઓડલઈ...સ્ટાઈલ આજે પણ ખૂબ લોકપ્રિય છે.
 
પોતાની મધુર અવાજમાં ગાયેલા ગીતો દ્વારા કિશોર કુમાર આજે પણ આપણી આસપાસ હાજર છે. જૂની પેઢીની સાથે સાથે નવી પેઢી પણ તેમના અવાજની ધેલી છે. તેમના જન્મદિવસ પર રજૂ કરીએ છીએ તેમના જીવનની થોડી ખાસ વાતો. 
 
રશોકી રમાકુ
 
અટપટી વાતો ને પોતાના ચટપટા અંદાજમાં કહેવી કિશોર કુમારનો સ્વભાવ હતો. ખાસ કરીને ગીતોની પંક્તિને જમણેથી ડાબી બાજુ ગાવામાં તેમની નિપુણતા મેળવી હતી. નામ પૂછવા પર તેઓ કહેતા હતા કે - રશોકિ રમાકુ
 
બ્રાંડ નેમ કિશોર કુમાર
 
છેલ્લા પંચાવન વર્ષોથી એક બ્રાંડ-નામના રૂપમાં આપણી આસપાસ હાજર છે. થોડા દિવસો પહેલા કે-ફોર કિશોરે લહેર ફેલાવી હતી. કિશોર હાસ્ય સમ્રાટ પણ હતા અને જીનિયસ પાર્શ્વગાયક પણ.
 
કિશોર કુમારે હિન્દી સિનેમાના ત્રણ નાયકોને મહાનાયકનો દરજ્જો અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમના અવાજના જાદુથી દેવ આનંદ સદાબહાર હીરો તરીકે ઓળખાયા. રાજેશ ખન્ના સુપર સિતારા તરીકે ફેમસ થયા અને અમિતાભ બચ્ચન મહાનાયક થઈ ગયા.
 
મનોરંજન-કર
 
બાર વર્ષની વય સુધી કિશોરે ગીત-સંગીતમાં નિપુણતા મેળવી લીધી. તેઓ રેડિયો પર ગીતો સાંભળીને તેની ધુન પર થિરકતા રહેતા હતા. ફિલ્મી ગીતોના પુસ્તકો જમા કરીને તેને મોઢે કરી ગાતા હતા. ઘર આવનારા મહેમાનોને અભિનય સાથે ગીતો સંભળાવતા હતા, અને 'મનોરંજન કર' ના રૂપે ઈનામ પણ માંગી લેતા હતા.
 
બાથરૂમ-સિંગર
 
એક દિવસે કિશોર કુમારના ઘરે અચાનક સંગીતકાર સચિન દેવ બર્મન પહોંચી ગયા. બેઠકમાં તેમણે તેમનો અવાજ સાંભળ્યો તો દાદા મુનિને પૂછ્યૂ - કોણ ગીત ગાઈ રહ્યુ છે ? અશોક કુમારે જવાબ આપ્યો - મારો નાનો ભાઈ છે. જ્યાં સુધી ગીત નથી ગાતો ત્યાં સુધી તેનુ સ્નાન પુરૂ નથી થતુ. સચિન-દા એ પછી કિશોર કુમારને જીનિયસ ગાયક બનાવી દીધો.
 
મોહંમ્મદ રફીએ પહેલી વાર કિશોર કુમારને પોતાનો અવાજ ફિલ્મ 'રાગિની'માં ઉધાર આપ્યો. ગીત છે - 'મન મોરા બાવરા'. બીજી વાર શંકર જયકિશને ફિલ્મ 'શરારત'માં રફી પાસેથી ગવડાવ્યુ - 'અજબ હૈ દાસ્તા તેરી યે જીંદગી'.
 
ખંડવાવાળાની રામ-રામ
 
કિશોર કુમારે જ્યારે જ્યારે સ્ટેજ શો કર્યો, હંમેશા હાથ જોડીને સૌને પહેલા સંબોધિત કરતા હતા - મેરે દાદા-દાદીઓ. મેરે નાના-નાનીઓ. મેરે ભાઈ-બહેનો, તુમ સબકો ખંડવાવાલે કિશોર કુમાર કા રામ રામ. નમસ્કાર.
 
એક ડઝન બાળકો
 
કિશોર કુમારને પોતાની બીજી પત્ની મધુબાલા સાથે લગ્ન કરી મજાકમાં કહ્યુ હતુ - 'હું એક ડઝન બાળકોને જન્મ આપી ખંડવાના રસ્તાઓ પર તેમની સાથે ફરવા માંગુ છુ'.
 
ગીતોના જાદુગર
 
કિશોર કુમારનુ બાળપણ તો ખંડવામાં વીત્યુ, પરંતુ જ્યારે તેઓ કિશોર વયના થયા, તો ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાં ભણવા આવ્યા. દરેક સોમવારે સવારે ખંડવાથી મીટરગેજની છુક-છુક રેલગાડીમાં ઈન્દોર આવતા અને શનિવારે સાંજે પાછા ફરતા. યાત્રા દરમિયાન તેઓ દરેક સ્ટેશન પર ડબ્બો બદલી લેતા અને યાત્રીઓને નવા-નવા ગીતો સંભળાવી તેમનુ મનોરંજન કરતા હતા.
 
ખંડવાની દૂધ જલેબી
કિશોર કુમાર આખી જીંદગી સીધા અને ભોળી પ્રકૃતિના બની રહ્યા. બોમ્બેની ભીડ-ભાડ, પાર્ટિઓ અને ગ્લેમરના ચહેરાઓમાં તેઓ કદી ન જોડાઈ શક્યા. તેથી તેમની અંતિમ ઈચ્છા હતી કે ખંડવામાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેઓ કહેતા હતા કે - ફિલ્મોમાંથી સંન્યાસ લઈને તેઓ ખંડવામાં જ વસવાટ કરશે અને રોજ દૂધ-જલેબી ખાશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments