Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડના હૈડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રાને Happy Birthday!

Webdunia
શુક્રવાર, 16 જાન્યુઆરી 2015 (14:12 IST)
કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડેટ ઓફ ધ ઈયર' દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારા બોલીવુડના હૈડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રા આજે 29 વર્ષના થઈ ગયા છે. તેણે ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયર, હસી તો ફસી, અને એક વિલેન દ્વારા અપાર સફળતા મેળવી અને દર્શકોના દિલોમાં સ્થન બનાવ્યુ. ફિલ્મ હસી તો ફસી અને એક વિલન દ્વારા ચોકલેટી બોયની ઈમેજ તોડનારા આ અભિનેતા અસલ જીંદગીમાં એક સારો વ્યક્તિ છે.  
 
બી ટાઉનમાં પગ મુકતા પહેલા સિદ્ધાર્થે અનેક સ્ટેજ શો પરફોર્મેંસ અને મોડેલિંગ કર્યુ છે. મોડેલિંગ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારા સિદ્ધાર્થે પોતાના માસૂમ ચેહરાથી સૌનુ દિલ જીતી લીધુ અને પોતાની પ્રથમ મુવીના દમ પર ફિલ્મ ફેયર બેસ્ટ મેલ ડેબ્યુ એવોર્ડ જીતી લીધો. ભારતના 50 સૌથી આકર્ષક પુરૂષોમાં પસંદગી પામેલા સિદ્ધાર્થે અનેક ફોટોશૂટ કરાવ્યા અને સૌના દિલને ઘાયલ કરવામાં સફળ રહ્યા. સિદ્ધાર્થ ઓછા સમયમાં લોકોને પોતાના દીવાના બનાવી લીધા અને આ દીવાનગી જોવા માટે લોકો ખૂબ જ આતુરતાથી સિદ્ધાર્થની નવી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે એક હેલ્દી અને ફિટ બોડીના આ માલિકે હંમેશા જીમને મહત્વ આપ્યુ છે. કોઈ ગોડ ફાધર વગર બોલીવુડમાં પોતાનુ સ્થાન બનાવવુ સિદ્ધાર્થ માટે વખાણવા લાયક ક હ્હે. ફિલ્મ એક વિલેન દ્વારા સિદ્ધાર્થે પોતાની ચોકલેટી ઈમેજને તોડીને એક સારા એક્ટર સાબિત થયા છે. જેને કારણે યુવતીઓ તેના પર વધુ ફીદા થવા માંડી છે. કદાચ આ બધી વાતો એ વાતનો પુરાવો છે કે સિદ્ધાર્થ જીવનની દરેક મુશ્કેલીઓને સહેલાઈથી તોડી શકે છે અને એક પરફેક્ટ માણસ હોવાની સાથે સફળતાની બુલંદીઓને અડી શકે છે. આજે જન્મદિવસના આ શુભ અવસર પર અમે સિદ્ધાર્થ શુભેચ્છા આપીએ છીએ અને તેમના સારા કેરિયરની કામના કરીએ છીએ.  અમે આશા કરીએ છીએ કે આગળ પણ તે આ જ રીતે પોતાના અભિનયથી બધાના દિલ જીતતો રહેશે. 

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments