Biodata Maker

કિશોર કુમારના જન્મદિવસ પર વિશેષ

Webdunia
સદાબહાર ગાયક કિશોર કુમારની મસ્તીભરી, મીઠી  અવાજના લોકો આજે પણ દિવાના છે.   રોમાંટિક ગીત હોય કે દર્દ ભર્યા તેમનો જાદુભર્યા અવાજે દરેક ગીતને લોકોના દિલ સુધી પહોંચાડ્યુ છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ચાર ઓગસ્ટ 1929ના રોજ કિશોર કુમારનો જન્મ થયો. કિશોર કુમારનુ અસલી નામ આભાસ કુમાર ગાંગુલી હતુ.

હિન્દી સિનેમામાં દશકાઓ સુધી છવાયેલા રહેનારા કિશોર કુમારે હિન્દી સિનેમાની યાત્રા કોરસ ગાયકના રૂપમાં શરૂ કરી હતી.

1948 માં બનેલ ફિલ્મ 'જિદ્દી'થી તેમણે સોલો ગાયનની શરૂઆત કરી. 1950થી લઈને 1970 સુધીના દશકોમાં જ્યા એક બાજુ મુકેશ અને મોહમ્મદ રફીના લોકો દિવાના હતા, બીજી બાજુ સમકાલીન રહેલ કિશોરે દરેક પ્રકારના ગીતોમાં પોતાનો અવાજ આપીને લોકોને સમ્મોહિત કરી લીધા.

એક ગાયકની સાથે સાથે કિશોર એક સારા અભિનેતા પણ હતા. કિશોર કુમારે બીજાની ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પોતાની ફિલ્મો પણ બનાવી.

પોતાના જીવનકાળમાં કિશોર કુમારે 90થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 600થી વધુ ફિલ્મોમાં ગીત ગાયા 

રોમાંટિક ગીતોમાં તેમની ઓડલઈ-ઓડલઈ...સ્ટાઈલ આજે પણ ખૂબ લોકપ્રિય છે.

ગાયક, અભિનેતા, ગીતકાર, સંગીતકાર, નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક કિશોર કુમારે 13 ઓક્ટોબર 1987ના રોજ છેલ્લા શ્વાસ લીધા.

આજે  પ્રશંસકો તેમનો 87મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

આગળનો લેખ
Show comments