Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપિકાનો પ્રશ્ન, 'હુ મહિલા છુ, મારી બ્રેસ્ટ છે, તમને કોઈ પ્રોબ્લેમ ?'

Webdunia
સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (11:41 IST)
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાર્વજનિક કાર્યક્રમોમાં મોટાભગે શાંત અને હસતી જોવા મળે છે. તે હસતા જ પત્રકારોને અસહજ કરનારા સવાલોના જવાબ પણ આપી જાય છે. પણ રવિવારે એક પ્રતિષ્ઠિત અંગેજી છાપાના ફુહડ સમાચારે ટ્વિટર પર એવો જવાબ આપ્યો કે વાંચનારાઓને તેમના પ્રત્યે સન્માન થયુ.  
 
એક અંગ્રેજી છાપાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર  પોસ્ટ કરેલ વીડિયો અને તેની સાથેના ટ્વીટ પર દીપિકા પાદુકોણનો જવાબ ટ્વીટર પર જોરદાર ટ્રેંડ કરી રહ્યો છે અને અનેક હસ્તિયોએ સાર્વજનિક રીતે આ મામલે દીપિકાને સાથ આપ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી છાપાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર દીપિકા પાદુકોણનો એક વીડિયો પોસ્ટ કર્યો અને તેની નીચે લખ્યુ, "ઓહ માય ગોડ ! દીપિકા પાદુકોણ ક્લીવેઝ શો !" 
 
જેના પર દીપિકા પાદુકોણે આ અંગ્રેજી છાપાને ટ્વીટ કરી જવાબ આપ્યો, 'હા હુ એક સ્ત્રી છુ. મારી પાસે સ્તન છે. ક્લીવેઝ છે.. તમને કોઈ સમસ્યા છે. આ વાતથી ? 
 
પછી અંગ્રેજી છાપાએ દીપિકાના આ ગુસ્સાનો જવાબ આપતા એક ટ્વીટ કર્યુ, "દીપિકા અમે તો તમારા વખાણ કરી રહ્યા છે.  તમે ખૂબ સુંદર છો અને અમે ઈચ્છીએ છીએ કે દરેકને તમારી આ વાતની જાણ થાય.' 
 
ટ્વીટર પર ત્યારબાદથી #IStandWithDeepikaPadukone હૈશટેગ ટ્રેડ કરવા લાગ્યા અને અનેક હસ્તિયોએ દીપિકા પાદુકોણનુ સમર્થન કર્યુ. અહી રજૂ કરીએ છીએ કેટલાક પસંદગીના ટ્વીટ્સ 
 
રણવીર સિંહ (@RanveerOfficial)
 
'શાબાશ દીપીકા આ અંગ્રેજી છાપા પાસેથી આવી આશા નહોતી.' 
 
હર્ષા ભોગલે (@bhogleharsha)
 
'હુ આ મુદ્દે સંપૂર્ણ રીતે દીપિકા પાદુકોણની સાથે છુ..' 
 
નિમરત કૌર (@NimratOfficial)
 
'આ છાપાએ લખ્યુ કે તે દરેકને બતાવવા માંગે છે કે દિપિકા કેટલી સુંદર છે. હુ આ છાપા પાસેથી જાણવા માંગુ છુ કે એ કોણ લોક્કો છે જેમને તેઓ આ વાત બતાવવા માંગે છે. '
 
શુજિત સરકાર (@ShoojitSircar)
 
'આ છાપાની આ ટિપ્પણી અને ત્યારબાદ દીપિકાના જવાબ પર બીજીવાર ટ્વીટ એક પ્રકારનુ નારી શોષણ છે. અને આવી શૈતાની ટિપ્પણીનો વિરોધ એ જ રીતે કરવો જોઈએ જેવી રીતે દીપિકાએ કર્યો.'   
 
આ ઉપરાંત બરખા દત્ત, દિયા મિર્જા, જૈકલીન ફર્નાડિસ અને આયુષ્યમાન ખુરાનાએ પણ દીપિકા પાદુકોણનું સમર્થન કર્યુ. 

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments