Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિતી ઝિંટા છેવટે બોયફ્રેંડ સાથે પરણી ગઈ

Webdunia
બુધવાર, 2 માર્ચ 2016 (11:19 IST)
બોલીવુડની ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી બનેલ અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ લગ્ન કરી લીધા છે. સામે આવેલ રિપોર્ટ મુજબ પ્રિતીએ અમેરિકાના લોસ એજલસ ખાતે પોતાના બોયફ્રેંડ જેન ગુડએનએફ સાથે ગત 28 ફેબ્રુઆરીના રોજ પ્રભુતાના પગલા માંડી દીધા હતા. જેન અમેરિકામાં જ પોતાનો બિઝનેસ કરે છે અને તેની ઉમર પ્રીતિ ઝિંટા કરતા 10 વર્ષ નાની છે.  આ લગ્ન સમારંભમાં બંનેના પરિવારના ખાસ સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા. એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે આ કપલ આગામી એપ્રિલ મહિનામાં મુંબઈમાં પોતાના બોલીવુડ ફ્રેંડ માટે ગ્રાંડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ લગ્ન સમારંભમાં પ્રિતીએ ખાસ તૈયારી કરી હતી. 
 
આ ઉપરાંત આ ખાનગી મેરેજ સેરેમની માટે તેણે પોતાના વિશ્વાસપાત્ર વિકાસ વર્માની સિક્યોરીટી એજન્સીની પણ મદદ લીધી હતી. વિકાસ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી જ અમેરિકામાં છે. જ્યા તેમણે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આ લગ્ન સમારંભને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી હતી.  આ ઉપરાંત એવા પણ અહેવાલ છે કે પ્રીતિ અને તેનો પતિ જીન ગુડઈનફ પોતાના લગ્ન સમારંભના ફોટોગ્રાફની હરાજી કરવાના છે. આ હરાજી મારફતે જે નાણાની આવક થશે તેને તેઓ અનાથાશ્રમમાં ગરીબ બાળકોના ભણતર માતે આપી દેશે. આ ટેન્ડ હોલીવુડ અભિનેતા બ્રેડ પિટ અને તેની પત્ની એંજેલિના જોલીએ શરૂ કર્યો હતો. જની અત્યારે 31 વર્ષનો છે અને તે અમેરિકામાં  ફાઈનેશિયલ એનાલિસ્ટ તરીકે બિઝનેસ કર છે. પ્રીતિ ઝિંટાની તેની સાથે મુલાકાત થોડા મહિના પહેલા એક ટ્રિપ દરમિયાન થઈ હતી. ત્યારબાદ જીને ખરાબ સમયમાં પ્રીતિને સપોર્ટ કર્યો હતો. ગત વર્ષે આઈપીએલમાં પણ તે પ્રિતી સાથે ગ્રાઉંડમાં નજરે પડ્યો હતો. ત્યારથી બંનેના સંબંધોને લઈને ચર્ચા ચાલતી હતી. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments