Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેલિબ્રિટી શેફ કુણાલ કપૂર પત્ની પાસેથી લેશે છુટાછેડા, કોર્ટે આપી મંજુરી

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2024 (12:26 IST)
chef kunal kapur
સેલિબ્રિટી શેફ કુણાલ કપૂર હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કુનાલ કપૂરે દિલ્હી હાઈકોર્ટમા દાયર અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પત્નીએ ક્યારેય પણ તેમના માતા-પિતાનુ સમ્માન નથી કર્યુ અને તે હંમેશા તેમને અપમાનિત કરે છે. બીજી બાજુ તેમની પત્નીએ પણ તેમના પર કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે ખોટો આરોપ લગાવવાનો દાવો કર્યો હતો.  તેમણે એ આરોપ લગાવ્યો કે કુણાલે તેમને અંધારામાં રાખી અને ડાયવોર્સ માટે ખોટી સ્ટોરીઓ બનાવી. બીજી બાજુ હવે દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. 
 
કોર્ટે સંભળાવ્યો નિર્ણય 
તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે શેફ કુણાલ કપૂરને તેમનાથી જુદી રહેતી પત્નીની કરવામાં આવેલ ક્રૂરતાના આધાર પર છુટાછેડાની મંજુરી આપી છે. જી હા કોર્ટે આ નિર્ણય કપૂરની અપીલ મંજુર કરતા સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ કે કુણાલની પત્નીનુ આચરણ ઠીક નથી.  તેમને પતિની  ગરિમાની ચિંતા નથી કે ન તો તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ છે.  બીજી બાજુ જસ્ટિશ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ નિર્ણય સંભળાવતા કહ્યુ કે જો એક જીવનસાથીનો બીજા પ્રત્યે આ પ્રકારનો સ્વભાવ છે તો આ વિવાહની મૂળ ભાવનાનો જ નિરાદર કરે છે અને જ્યારે પણ બે માથી એક પાર્ટનર આવો વ્યવ્હાર કરે છે તો તેનો ફર્ક તેમના સંબંધો પર પડે છે. આવામાં તેમને તેમની સાથે રહેવા મજબૂર નથી કરી શકાતા. 
 
ફેમિલી કોર્ટે અરજી કરી રદ્દ 
ઉલ્લેખનીય છે કે કુણાલે છુટાછેડાની અરજી પહેલા ફેમિલી કોર્ટમાં લગાવી હતી. ત્યાથી અરજી રદ્દ થયા બાદ હાઈકોર્ટમાં મામલા પર સુનાવણી થઈ. કોર્ટે માન્યુ કે કુણાલ અને તેમના પરિવારને સમાજમાં સન્માન નથી મળ્યુ. પણ તેમ છતા પણ કુણાલે પોતાના વૈવાહિક જીવનને બચાવવાનો પ્રયાસ કર્યો. પણ છતા કુણાલની પત્ની બદલાઈ નહી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

આગળનો લેખ
Show comments