Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Birthday Deepika - અને રણબીરને છોડીને રણવીર પાસે ચાલી આવી દીપિકા

Webdunia
મંગળવાર, 5 જાન્યુઆરી 2016 (13:55 IST)
બોલીવુડની જિંદાદિલ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો બર્થડે અને આવામાં જો આપણે તેની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ પર વિચાર કરીએ તો તે હાલ દરેક મામ્લે શાનદાર સમયમાંથી પસાર થઈ રહી છે. પ્રોફેશનલ લાઈફમાં જ્યા આ સમયે દીપિકા બાજીરાવ મસ્તીની જોરદાર સફળતાનો ઉત્સવ ઉજવી રહી છે તો બીજી બાજુ પર્સનલ લાઈફમાં તેના અસલી બાજીરાવ રણવીર સિંહે એકવાર ફરી બહાએર લાવી દીધી છે. ખરેખર દીપિકાની રિયલ લવ સ્ટોરી ટોટલ ફિલ્મી છે. 
 
આમ તો ફિલ્મોમાં આવત પહેલા જ દીપિકાનુ કોઈની સાથે અફેયર હતુ. પણ શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા બોલીવુડમાં પગ મુક્યા પછી દીપિકાનો પ્રેમ પરવાન ચઢ્યો રણબીર કપૂર સાથે. બંનેયે એક સાથે ફિલ્મોમા કામ કરવા ઉપરાંત અસલ જીંદગીમાં પણ એકબીજા સાથે સાર્વજનિક રોમાંસ કર્યો. દીપિકાની બોડી પર રણબીરનુ નામનુ ટૈટૂ આ પ્રેમનુ આજે પણ સાક્ષી છે. જોકે જેની તેને આશા નહોતી એ આ પ્રેમભરેલા સંબંધોના હાલ થયા. દીપિકા-રણબીરની લવ સ્ટોરીનો એંડ થઈ ગયો. પણ આ હવે વીતેલા સમયની વાત થઈ ગઈ છે. 
વર્તમાન સ્થિતિ એ છે કે બંને પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ આગળ વધી ચુક્યા છે અને તેમને પોતપોતાના હમસફર પણ મળી ગયો છે. રણબીરને કેટરીના કેફના રૂપમાં અને દીપિકાને રણવીર સિંહના બદલામાં પ્રેમી મળી ગયો છે. દીપિકાએ ક્યારેય પોતાની રિલેશનશિપ પર વાત કરવામાં શરમ નહોતી અનુભવી. અનેક અવસરો પર તે આ પર્સનલ મુદ્દા પર પણ પોતાના વિચારો જણાવે છે.  એક ચેટ શોમાં તેણે રણબીર સાથે રિલેશનશિપને લઈને કરણ જોહરને કહ્યુ હતુ, એક સમય આવ્યો જ્યારે મને લાગ્યુ કે હુ પ્રેમમાં પડી ગઈ છુ. તે એક એવો સંબંધ હતો જે મને લાગ્યુ હતુ કે સીમાઓથી ઉપર જશે. દુર્ભાગ્યથી આવુ ન થયુ.' 
જેનુ કારણ પૂછતા દીપિકાએ કહ્યુ હતુ, 'જે પણ કારણ રહ્યુ હોય. મને લાગે છે કે અમે બંને જ એકદમ જુદા છે. એક બીજાને કૉમ્પ્લિમેંટ નથી કરતા. કદાચ તેથી જ આ સંબંધ ન ચાલી શક્યો.  ત્યારબાદ હુ કોઈપણ સંબંધો બાંધવા માટે ખૂબ ગભરાવવા માંડી હતી.  જેનુ કારણ એ પણ હતુ કે હુ નહોતી જાણતી કે કૈજુઅલ ડેટ શુ હોય છે. મને નહોતી ખબર કે ડેટિંગ ચાલુ રાખતા કમિટમેંટ કેવી રીતે નથી થઈ શકતુ. તેથી હવે જ્યારે ક્યારેય હુ રિલેશનશિપમાં જઈશ તો  પહેલા આ ચોક્કસ કરવુ પસંદ કરીશ. ત્યારબાદ કોઈ કમિટમેંટ કરીશ. 
 
જે પણ હોય દીપિકા અને રણબીર વચ્ચે બ્રેકઅપ થવા છતા ભલે બંને ખૂબ સમય એકબીજાને નજરઅંદાજ કરતા રહ્યા પણ હવે બંને એક રિલેશનમાં બંધાયા છે અને તે છે દોસ્તીનુ રિલેશન.  પ્રોફેશનલ લાઈફમાં યે જવાની હૈ દિવાની અને તમાશા જેવી ફિલ્મોમાં સાથે કામ કરવાનો નિર્ણય કરી બંનેયે એવા યુવાઓને સામે ઉદાહરણ મુક્યુ છે જે બ્રેકઅપ થયા પછી એકબીજાને નફરત કરવા માંડે છે. જ્યારે કે આજે દીપિકા અને રણબીર બંને પોતપોતાની જીંદગીથી ખૂબ ખુશ છે અને  જાણવા મળ્યુ છે કે દીપિકાના રણવીરે તેમને આ બર્થડેને ખાસ બનાવવાનુ પુર્ણ પ્લાનિંગ કરી મુક્યુ છે.  
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments