Webdunia - Bharat's app for daily news and videos

Install App

BAHUBALI-2 : તમારે કેમ જોવી જોઈએ ફિલ્મ 'બાહુબલી-2' ? વાંચો, ફક્ત 5 કારણ

Webdunia
શુક્રવાર, 28 એપ્રિલ 2017 (11:23 IST)
ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી : ધ કન્ક્લૂજનના રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2015માં આવેલ ફિલ્મ બાહુબલી : ધ બિગનિંગ ની અપાર સફળતાથી લોકોને આ ફિલ્મના બીજા ભાગથી ઘણી આશાઓ છે. આજે શુક્રવારે ફિલ્મ બાહુ બલી - ધ કૉનક્લ્યૂજન રજુ થવા જઈ રહી છે. આ ફિલ્મના રજુ થતા પહેલા આપણે એ જાણવુ જોઈએ કે છેવટે આ ફિલ્મ આપણે કેમ જોવી જોઈએ ? તો આવો જાણીએ બાહુબલી : ધ કન્ક્લૂજન' ને જોવાના પાંચ મહત્વપૂર્ણ કારણ - 
 
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો ? (કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા  ?) 
'બાહુબલી-2' જોવા પાછળ આપણુ સૌથી મોટુ કારણ એ હશે કે છેલ્લા ત્રણ વર્ષોથી જે સવાલ આપણી આસપાસ ફરી રહ્યો છે આપણને તેનો જવાબ મળી જશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો ? શુક્રવારે થિયેટરમાં આ વાતનો ખુલાસો થઈ જશે કે છેવટે એ કયુ કારણ હતુ કે જે કારણે બાહુબલીના મામા અને તેના રાજ્યના રક્ષક કટપ્પાએ તેની પીઠમાં તલવાર મારી દીધી હતી. 
 
ફિલ્મમાં ઉપયોગમાં કરવામાં આવેલા વિઝુઅલ્સ ઈફેક્ટ 
જો તમને યાદ હશે તો ફિલ્મ બાહુબલી માં જે પાણીનુ ઝરણુ બતાવ્યુ હતુ એ દર્શકોની વચ્ચે ખૂબ ચર્ચાનો વિષય બની ગયો હતો. દર્શકો એ જાણવા માંગતા હતા કે આવુ ઝરણું અસલમાં છે ક્યા ? પણ પછી દર્શકોને જ્યારે એ વાતની જાણ થઈ કે આ વાસ્તવમાં કોઈ ઝરણું નથી. ફક્ત એક વિજુઅલ્સ ઈફેક્ટ હતી.  'બાહુબલી' માં અનેક સ્થાન પર વિજુઅલ્સ ઈફેક્ટનો ઉપયોગ કરી તેને ખૂબ ખૂબસૂરત બનાવવામાં આવ્યુ હતુ. બીજી બાહુબલી-2 ના ટ્રેલરને પણ જોઈને આવુ જ જ્ઞાત થાય છે કે આ ફિલ્મને પણ આ જ રીતે બનાવવામાં આવી છે. જો તમે 'બાહુબલી-2' નું ટ્રેલર જોયુ હશે તો આની શરૂઆત આગના સીનથી થાય છે. જ્યારબાદ તમને બાહુબલીની નગરી સળગતી દેખાય છે. આ સીનને જો તમે ધ્યાનથી જોશો તો તેમા પણ વિજુઅલ્સ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આશા છે કે તેમા બીજા પણ અનેક સ્થાન પર વિજુઅલ્સ ઈફેક્ટ જોવા મળશે. 
 
ફિલ્મમાં દમદાર ડાયલોગ્સ 
કોઈપણ ફિલ્મને મોટી બનાવવામાં તેના ડાયલોગનુ ખૂબ મોટુ મહત્વ હોય છે. આ આપણે તાજેતરમાં 
આમિર ખાનની ફિલ્મ દંગલમાં જોયુ જ છે કે કેવી રીતે તેના ડાયલોગ્સે લોકોના દિલમાં સ્થાન બનાવ્યુ હતુ અને ફિલ્મએ રેકોર્ડ તોર્ડ કમાણી કરી હતી.  'બાહુબલી-2'ના ટ્રેલરનો પ્રથમ ડાયલોગ પણ આવો જ જોરદાર છે. જ્યા બાહુબલી કહેતા સંભળાય રહ્યો છે, 'અમરેન્દ્ર બાહુબલી મતલબ હુ, માહેષ્મતીની અસંખ્ય પ્રજા, ધન, માન અને પ્રાણની રક્ષા કરીશ અને આ માટે જો મારા પ્રાણોની કુરબાની પણ આપવી પડે તો પાછળ નહી હટુ.  રાજમાતા શિવગામિનીને સાક્ષી માનીને હુ આ શપથ લઉ છુ.' જેને સાંભળ્યા પછી તમારી અંદર પર એક જુનૂન જાગી જાય છે અને તમારા રૂંવાટા ઉભા થઈ જાય છે.  બોલીવુડની આવી અનેક ફિલ્મો તમને જોવા મળશે.  જેણે ફક્ત પોતાના ડાયલોગ્સના દમ પર દર્શકો વચ્ચે સ્થાન બનાવ્યુ છે. 
 
બાહુબલીની ઈમાનદારી અને ભલ્લાદેવની ક્રૂરતા 
'બાહુબલી-2' ના ટ્રેલરને જોતા આપણને આ અંદાજ લાગી ગયો છે કે ફિલ્મમાં આ વખતે લોકોને બાહુબલીની ઈમાનદારી અને કર્તવ્યપરાયણતાનુ એક જુદુ જ રૂપ જોવા મળશે. જ્યા એ પોતાના રાજ્યની પ્રજા મટે જીવ પણ આપવા તૈયાર છે. બીજી બાજુ લોકોને ભલ્લાદેવની ક્રૂરતાનુ પણ એક જુદુ જ સ્તર જોવા મળશે.  જ્યા તે રાજ્ય પર પોતાનું નિયંત્રણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. 
 
 
બાહુબલી અને દેવસેનાની લવસ્ટોરી 
'બાહુબલી-2' ના ટ્રેલરના કેટલાક સીન આપણને બાહુબલી અને દેવસેનાની લવસ્ટોરીની ઝલક પણ બતાવી જાય છે. લોકોને જ્યા લાસ્ટ ટાઈમ શિવ અને અવન્તિકાની પ્રેમકથા જોવા મળી હતી. બીજી બાજુ આ વખતે લોકોને બાહુબલીની સ્ટોરી જોવા મળશે.  સાથે જ લોકોને આ વખતે એ પણ જાણ થશે કે એવુ તે શુ થયુ હતુ કે ભલ્લાલેવે દેવસેનાને વર્ષો સુધી બંધી બનાવી રાખ્યા હતા.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments