Dharma Sangrah

કેટરીના કૈફ-વિક્કી કૌશલે લગ્નમાં સલમાન ખાનની ફેમિલીને નહોતુ આપ્યુ આમંત્રણ, આયુષ શર્માએ મૌન તોડ્યુ

Webdunia
શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (21:27 IST)
આ તો આપણે સૌ જાણીએ છીએ કે કૈટરીના કૈફ (Katrina Kaif)ની સલમાન ખાન  (Salman Khan)ની ફેમિલી સાથે કેટલી નિકટનો સંબંધ રહ્યો છે. પરંતુ તેમ છતા કેટરીના કેફે પોતાના લગ્નમાં સલમાન ખાનના પરિવારને ઈનવાઈટ નહોતા કર્યા આ અંગે ખુલાસો કરતા એક ઈંટરવ્યુમાં સલમાન ખાનના બનેવી  આયુષ શર્માએ કહ્યુ કે, 'વિક્કી કૌશલ સાથે તેમના લગ્નમાં પરિવારને ઈનવાઈટ ન કર્યા એ કોઈ મોટી વાત નથી.' પરિવારને લગ્નમાં ઈનવાઈટ ન કરવા વિશે વાત કરતા આયુષ શર્મા (Aayush Sharma)એ બોલીવુડ બબલને કહ્યુ કે "અમારી માટે કેટરીના એક ખૂબ પ્યારી દોસ્ત છે અને અમે બધા તેને શુભકામનાઓ આપીએ છીએ.  આ રીતે તે પોતાના લગ્ન નક્કી કરવા માગે છે તો તેમા કોઈ મોટી વાત નથી. મને લાગે છે કે દરેક કોઈ ખૂબ મોટી વાત કહે છે. આ તેમનો અને વિક્કી માટે ખાસ દિવસ છે અને આ અંગે જે પણ ક્ષમતા હોય, એક સારો સમય વીતાવવાની જરૂર છે. 
 
કેટરીનાને પ્રેમ મળવાથી પરિવાર ખુશ છે 
 
આયુષે કહ્યુ કે કેટરીનાને પ્રેમ મળવાથી પરિવાર ખુશ છે. કેટરીના હંમેશા એક પરિવારના રૂપમાં અમારી નિકટ રહેવાની છે અને અમે ખુશ છીએ કે તે ખુશ છે. જ્યારે લોકોને ખુશી મળે છે તો આપણે આપણા પરિવાર, મિત્રો સાથે કામ કરનારાઓ માટે હંમેશા સુંદર વસ્તુની કામના કરી શકીએ છીએ કે બધાને તેમની ખુશી મળે. 
 
સલમાન અને કેટરીનાએ પાર્ટનર, ભારત અને ટાઈગરના બે પાર્ટ  - એક થા ટાઈગર અને ટાઈગર જિંદા હૈ સહિત અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તે હવે પછી મનીષ શર્મા દ્વારા નિર્દેશિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત સ્પાય-થ્રિલર ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં જોવા મળશે.
 
વિક્કી-કૈટરીનાના લગ્નમાં હતા લિમિટેડ મહેમાન 
 
એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ટાઈગર 3 વિશ્વના ઘણા શહેરોની મુલાકાત લેશે કારણ કે ટાઈગર અને ઝોયા તેમના સૌથી ઘાતક મિશનને પૂર્ણ કરશે."“નિર્દેષક મનીષ શર્મા અને વાયઆરએફ  જે માપદંડ હાંસલ કરવા માગે છે તેના કારણે મહામારી દરમિયાન પડકારજનક શૂટિંગ શેડ્યૂલને શાનદાર રીતે પૂર્ણ કરવા માટે કોઈ કસર ન રહી જાય એ માટે સમગ્ર ટીમને તાળીઓના ગડગડાટના એક ખાસ ટુરની છે. સલમાન અને કેટરીના એકસાથે સારા લાગી રહ્યા છે અને  દર્શકો મોટા પડદા પર તેમના ભાઈ સાથે સેલીબ્રેશન કરવા માંગશે જ્યારે યશ રાજ ફિલ્મ્સ આ એક્શન તમાશાની રિલીઝ તારીખ જાહેર કરશે. 
 
ઉલ્લેખનીય છે  કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા મહિને રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બડવારામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. નેહા ધૂપિયા, અંગદ બેદી, કબીર ખાન અને શરવરી વાઘ સહિત ભારે સુરક્ષાવાળા લગ્નના મહેમાનોની યાદીમાં માત્ર પસંદગીના થોડા જ લોકો હતા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

આગળનો લેખ
Show comments