Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમલ હસનની અપકમિંગ ફિલ્મ ઈંડિયન 2 ના સેટ પર મોટી દુર્ઘટના, 3ના મોત 9 ઘાયલ

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:46 IST)
ચેન્નઈમાં અભિનેતા કમલ હસનની ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર એક મોટી ક્રેન દુર્ઘટના થઈ ગઈ. જેમા લગભગ 3 લોકોના મોત થયા. સમાચાર એજંસી પીટીઆઈ મુજબ ચેન્નઈમાં બુધવારે કમલ હસનની અપકમિંગ ફિલ્મ ઈંડિયન 2ના સેટ પર ક્રેન દુર્ઘટના થઈ જેમા 3ના મોત થય આને લગભગ 9 લોકો ઘાયલ થયા છે. 
ફિલ્મ ઈંડસ્ટ્રીના સુત્રોએ કહ્યુ કે આ ક્રેન દુર્ઘટનામાં અભિનેતા કમલ હસન ઠીક છે.  અને તેઓ સુરક્ષિત છે. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યા તેમની સારવાર ચાલી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના સબઅર્બન નાજરપેટમાં થઈ. જ્યારે ક્રેનનો કર્મચારી તેને સીધી ઉભી કરી રહ્યો હતો. ત્યારે અચાનક સેટ પર પડી ગઈ અને તેમા ત્રણ લોકો માર્યા ગયા. આ શૂટિંગ એક પ્રાઈવેટ સિનેમા સ્ટુડિયોમાં થઈ રહ્યુ હતુ. 
<

#KamalHaasan #Shankar #indian2 this is the crane pic.twitter.com/KCAY1jgnSA

— Arun Kumar (@Kumarsivesh111) February 19, 2020 >
સાઉથ ઈંડિયન ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસનને પોતાની આવનારી ફિલ્મ ઈંડિયન 2માં 90 વર્ષના વ્યક્તિનુ પાત્ર ભજવતા જોવા મળશે.  કમલ હસન વર્તમાન દિવસોમાં પોતાની સુપરહિટ ફિલ્મ ઈંડિયનના સીક્વલ ઈંડિયન 2 નુ શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેઓ કેટલીક દમદાર એક્શન સીક્વેંસ પણ કરશે. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 1996માં પ્રદર્શિત ફિલ્મ ઈંડિયનમાં કમલ હસને 80 વર્ષના વૃદ્ધનો રોલ પ્લે કર્યો હતો.  ઈંડિયન 2માં કમલ હસન ઉપરાંત અનિલ કપૂર, કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત અને વિદ્યુત અગ્રવાલ પણ મહત્વની ભૂમિકા ભજવશે.   આ ફિલ્મ 14 એપ્રિલ 2020માં રજુ થશે. 
 

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments