Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થ-ડે નેહા ધૂપિયા

કલ્યાણી દેશમુખ
IFM
એક દાયકા પૂર્વે સૌંદર્ય પ્રતિસ્પર્ધામાં સામેલ થઈ જજ સમક્ષ બિકિનીમાં હાજર થયેલ મિસ. ઈન્ડિયા નેહા ધૂપિયાનો જન્મ પંજાબી પરિવારમાં ભારતના કોચિનમાં થયો હતો. તેનુ લાડકવાયુ નામ 'છોટુ' છે. તેના પિતાજી પ્રદિપ સિંગ ધૂપિયા ઈંડિયન નેવીમાં ઓફિસરની તરીકેની ફરજ બજાવે છે. નેહાની માતા મનપિન્દર હાઉસવાઈફ છે અને તેનો ભાઈ હરદીપ જેટ એરવેઝમાં ફરજ બજાવે છે.

નેહાએ પોતાનુ ગ્રેજ્યુએશન દિલ્હીની જીઝસ અને મેરી કોલેજમાંથી મેળવ્યુ. નેહાએ પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'રાજધાની'દ્વારા કરી હતી. ત્યારપછી તેણે અનેક ટીવી એડ અને રેમ્પ શો ઉપરાંત બે મ્યુઝીક વીડિયોમાં પણ કામ કર્યુ.

નેહા જ્યારે ઈસ 2002માં 'મિસ ઈંડિયા' બની ત્યારે તે વધુ લોકપ્રિય થઈ. તેણે મિસ ઈંડિયાનો આ તાજ બોલીવુડની અભિનેત્રી સેલિના જેટલીના હસ્તે મેળવ્યો હતો.

તેણે ફિલ્મોમાં શરૂઆત 1997માં બનેલ ફિલ્મ 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા'માં નાનકડો રોલ ભજવીને કરી હતી. બોલીવુડમાં એક હીરોઈન તરીકે તેની પ્રથમ ફિલ્મ 'કયામત સીટી'માં કામ કર્યુ હતુ. એ પહેલા તેણે વર્ષ 2003 દરમિયાન જ બે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

તેણે કયામત સીટીમાં પોતાના અભિનય માટે 3 એવોર્ડ મળ્યા હતા. નેહાએ 2002માં ફા ફેમિના મિસ ઈંડ્યાનો ક્રાઉન મેળવ્યો હતો.

નેહાની ઈમેજ એક બિંદાસ હીરોઈન તરીકેની છે. 'સેક્સ અને શાહરૂખ વેચાય છે' એવુ કહેનારી નેહાએ પોતાની પ્રથમ ફિલ્મ 'કયામત'માં જ તેણે બિકિની પહેરી ગ્લેમર અને સેક્સી અભિનેત્રીની ઈમેજ મેળવી હતી. તે કહે છે કે મને આ દ્રશ્ય ભજવતી વખતે જરાપણ સંકોચ થયો નહોતો.

નેહાની મહત્વની ફિલ્મોમાં 'કયામત', 'જૂલી', 'રક્ત', 'સિસકિયાં', 'ક્યા કૂલ હૈ હમ' નો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં તેણે એક ગ્લેમરસ યુવતીની ભૂમિકા ભજવી હતી.

નેહાની આવનારી ફિલ્મો છે 'દે દનાદન' અને 'રાત ગઈ બાત ગઈ'. આશા રાખીએ કે નેહાની આ ફિલ્મો પણ સફળ રહે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ