Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે જયા બચ્ચન (જુઓ બાયોગ્રાફી વીડિયો)

Webdunia
P.R
જયા બચ્ચ્ન વિશે કોણ નથી જાણતુ. બિગ બી અમિતાભની પત્ની સિવાય પણ તે વ્યક્તિગત રીતે ઘણી સિદ્ધિઓ ધરાવે છે. જયા બચ્ચનનો આજે જન્મદિવસ છે. 9 એપ્રિલ 1948ન રોજ જન્મેલી જયા બચ્ચને માત્ર 15 વર્ષની વયે એક બંગાળી ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી

જયા બચ્ચને વધુ ફિલ્મોમાં કામ નથી કર્યુ પરંતુ જેટલી પણ તેમની ફિલ્મો છે તે દરેકમાં તેમણે પોતાનો યાદગાર અભિનય આપ્યો છે. તેમની યાદગાર ફિલ્મોમાં ચુપકે ચુપકે, અનામિકા, સિલસિલા વગેરે છે. તેમના જીવનની એક કડવી હકીકત એ છે કે તેઓ જ્યારે કેરિયરના ટોચ પર હતી ત્યારે તેમણે બોલીવુડમાં સંઘર્ષ કરી રહેલ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા. આજે કોઈપણ યુવતી લગ્ન માટે પોતાનુ કેરિયર છોડતી નથી. પરંતુ જયા બચ્ચને પોતાના સુખી લગ્ન જીવનની ઈચ્છા રાખતા બોલીવુડને તિલાંજલી આપી દીધી.

હા, લગ્ન પછી તેમણે સિલસિલા ફિલ્મમાં કામ કર્યુ જે સુપર ડુપર હિટ બની. રેખા અને અમિતાભના પ્રેમની ચર્ચા ચાલતી હોવા છતા, અને અમિતાભના મનમાં રેખા માટે કૂંણી લાગણી હોવા છતા જયા બચ્ચન આ ફિલ્મ કરવા તૈયાર થઈ.. એટલુ જ નહી તેણે ક્યારેય જાહેરમાં પોતાના પતિ વિરુદ્ધ કે રેખા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યુ નથી.

આપ સૌને એ જાણીને આશ્ચર્ય થશે કે ઋષિ કપૂર, ટીના મુનીમ અને પૂનમ ધિલ્લોનની રોમાંટિક ફિલ્મ 'યે વાદા રહા'માં જયા બચ્ચને ટીના મુનીમ અને પૂનમ ધિલ્લોનના આવાજનુ ડબિંગ કર્યુ હતુ. મતલબ આ ફિલ્મમાં આ બે અભિનેત્રીઓના અવાજ પાછળ જયા બચ્ચન હતી. એટલુ જ નહી ફિલ્મ 'શહેનશાહ'ની સ્ટોરી પણ જયા બચ્ચને જ લખી હતી. આટલી પ્રતિભાશીલ નારી હોવા છતા તેણે પોતાની ફેમિલી આગળ બોલીવુડની માયા, ખ્યાતિ બધુ મામૂલી લાગ્યુ. ખરેખર જયા બચ્ચનને સેલ્યુટ કરવાનુ મન થાય છે.

આજે કોઈપણ જાહેર પ્રસંગમાં જ્યારે રેખા, અમિતાભ અને જયા બચ્ચન એક સ્થાન પર હોય છે ત્યારે કેમેરા તેમના પર જાણીજોઈને પ્રકાશિત કરવામાં આવે છે. છતા પણ જયા બચ્ચન સંયમિત રહે છે. જયા બચ્ચને જો પોતાનુ કેરિયર ન છોડ્યુ હોત તો તે કદાચ અમિતાભ કરતા પણ આગળ નીકળી હોત પણ તેમને એવુ ન કર્યુ. લગ્નના ઘણા વર્ષો પછી તેમણે અમિતાભ સાથે 'કભી ખુશી કભી ગમ'મા કામ કર્યુ, આ ઉપરાંત તેમણે ફિઝા, હજાર ચૌરાસી કી મા, કલ હો ના હો, લાગા ચુનરીમે દાગ, વગેરેમાં અભિનય કર્યો. જયા બચ્ચનને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ...

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Show comments