Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે કેટરીના

Webdunia
IFM

કરોડો લોકોના દિલની ધડકન બની ચુકેલ અભિનેત્રી કેટરીના કેફ આજે બોલીવુડની નંબર વન અભિનેત્રી બની ચુકી છે. લંડનમાં મોડેલિંગ દ્વારા પોતાનુ કેરિયર શરૂ કરનાર કેટરીના કેફ ખૂબ જ ઓછા સમયમાં સફળતાના શિખર પર પહોંચી છે. 16 જુલાઈ 1984માં જન્મેલી કેટ અજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. માત્ર 14 વર્ષની વયે મોડેલિંગ કરી રહેલ કેટ પહેલીવાર વર્ષ 2003માં ફિલ્મ નિર્માતા કૈજાદ ગુસ્તાદની ફિલ્મ બૂમમાં જોવા મળે હતી. એક પત્રિકાના મુજબ કેટ દેશની સૌથી સુંદર મહિલા છે.

P.R

બોલીવુડમાં પોતાના શાનદાર અભિનય દ્વારા સ્થાપિત થનારી અભિનેત્રી કેટરીના કેફને સલમાનની શોધ માનવામાં આવી રહી છે. એશ્વર્યા રાયથી છુટા પડ્યા પછી સલમાનની જીંદગીમાં કેટ આવી. બંને વચ્ચે પ્રેમ થયો.. પરંતુ જ્યારે કેટ સફળતાના શિખર પર ચઢી ત્યારે તે સલમાનથી દૂર થઈ ગઈ. જો કે જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે સલમાન તેની પાસે પહોંચી જાય છે. પરંતુ લગ્નના નામ પર તે પોતાની જાતને સિંગલ બતાવે છે. આજે કેટ અને સલમાન ફક્ત સારા મિત્રો છે.

લંડનમાં ભણેલી કેટરીનાની હિંદી ઘણી નબળી છે. પરંતુ છતા પણ બોલીવુડમાં ઘણા નિર્દેશકોની પ્રથમ પસંદ કેટરીન અછે. આજે પણ કેટરીના પાસે ઘણી મોટા બેનરની ફિલ્મો છે. નિર્દેશક અલી અબ્બાસ જફરની આગામી ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'માં કેટ ઈમરાન ખાન સાથે જોવા મળશે. ફિલ્મ એક થા ટાઈગર'માં એ સલમાનની સાથે જોવા મળવાની છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે તે યશ ચોપડાની એક ફિલ્મમાં શાહરૂખની સાથે પણ જોવા મળશે.

IFM

અભિનેત્રી કેટરીના કેફ પહેલીવાર રણબીર સાથે ફિલ્મ 'રાજનીતિ'માં આવી. આ ફિલ્મમાં સાથે કામ કરતા કરતા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. તે રણબીરની એટલી દિવાની બની ગઈ કે તેણે સલમાનને છોડી દીધો. પરંતુ જ્યારે કેટરીનાએ રણબીરને લગ્ન કરવા માટે કહ્યુ તો રણબીરે ના પાડી દીધી અને બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયો.

IFM

કેટરીનાને એક જાણીતી ફેશન પત્રિકા 'પીપુલ' એ દેશની સોથી સુંદર મહિલાના ખિતાબથી સન્માની છે. બોલીવુડમાં કેટને લકીચાર્મ માનવામાં આવે છે. કેટ જે ફિલ્મમાં હોય છે એ ફિલ્મ હિટ થવી લગભગ નક્કી હોય છે. કેટની લોકપ્રિયતાને કેશ કરવા માટે દરેક નિર્દેશક આ ચહેરાને પોતાની ફિલ્મમાં લેવા માંગે છે. કેટ પહેલીવાર અભિનેતા ઋત્વિક સાથે ફિલ્મ 'જીંદગી ના મિલેગી દોબારા'માં રોમાંસ કરતી જોવા મળશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments