Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું કોઈને મારી જગ્યા લેવાની તક જ નહી આપુ - કરિના કપૂર

Webdunia
ફિલ્મ 'હિરોઈન'ના ટ્રેલર લોન્ચ સમયે જ્યારે કરિના કપૂરને વાંરવાર એક જ સવાલ પૂછવામાં આવ્યો કે શું તેની આ ફિલ્મ વિદ્યા બાલનની 'ધ ડર્ટી પિક્ચર' જેવી છે ત્યારે આ સવાલો સાંભળીને કરિના થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી.
P.R

તેણે કહ્યુ હતું કે, "ના તો હું કોઈની બરાબરી કરવાનો પ્રયાસ કરી રહી છું ના તો કોઈ મારી જગ્યા લઈ શકે છે. મારી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' કરતા તદ્દન અલગ છે..માટે કૃપા કરીને બન્ને ફિલ્મોની તુલના કરવાનું બંધ કરી દો, આ બેઈમાની છે."

પહેલા આ ફિલ્મમાં ઐશ્વર્યાને લેવામાં આવી હતી પણ ફિલ્મ શરૂ થતા પહેલા જ ઐશ્વર્યાએ પોતાની પ્રેગનન્સીની જાહેરાત કરતા તેના બદલે કરિના કપૂરને લેવામાં આવી હતી.

કરિનાને પૂછવામાં આવ્યું કે તે અત્યારે આટલી મોટી સ્ટાર છે પણ શું તેને ક્યારેય ડર લાગે છે કે નવી અભિનેત્રીઓ આવીને તેની જગ્યા લઈ લેશે. આ સવાલનો જવાબ આપતા કરિનાએ કહ્યુ હતું કે, "હું ઝોહરા સેહગલની જેમ 90 વર્ષની ઉંમર સુધી કામ કરતી રહેવા માંગુ છું. તો કદાચ હું કોઈને મારી જગ્યા લેવાની તક જ નહીં આપું."

' હિરોઈન'માં કરિનાએ 'હલકટ જવાની' નામનું એક આઈટમ સોન્ગ પણ કર્યું છે જેની સીધી સરખામણી કેટરિના કૈફના 'શિલા કી જવાની' અને 'ચિકની ચમેલી' સાથે થઈ રહી છે. આ વાત સાંભળતા જ કરિના ઉછળી પડતા બોલે છે કે, "આ મારું ગીત છે. આ મારો કોઈને જવાબ નથી. સરખામણી ન કરો."

કરિના કપૂર અભિનીત અને મધુર ભંડારકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 21મી સપ્ટેમ્બર એટલે કે કરિના કપૂરના જન્મદિવસે રિલીઝ થવાની છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

વધુ જુઓ..

નવીનતમ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments