Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિરાણીની 'પીકે'માં મામા-ભાણિયાની જોડી પહેલીવાર એકસાથે

Webdunia
P.R
બધાને ખબર છે કે મામુજાન આમિરે કેવી રીતે ભાંજા ઈમરાન ખાનને બોલિવૂડમાં સ્થાપિત થવા માટે મદદ કરી છે. 'જાને તુ યા જાને ના' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ અપાવ્યા બાદ આમિર ખાને અન્ય એક હોમ પ્રોડક્શનની ફિલ્મ 'દિલ્હી બેલી'માં ઈમરાનને લીધો. આ ફિલ્મે ઈમરાનને ઈન્ડસ્ટ્રીના ટોપ યુવા એક્ટર્સમાં સામેલ કરી દીધો હતો. હવે સાંભળવા મળ્યા અનુસાર, આમિર હવે રાજુ હિરાણીની ફિલ્મ 'પીકે'માં ઈમરાન ખાનની સાથે કામ કરશે.

ઈન્ડસ્ટ્રીના અંદરના સૂત્રોએ જણાવ્યા અનુસાર, જ્યારે રણબિર કપૂર કે રણવિર સિંહે આ ફિલ્મમાં વધારે રસ ન દેખાડતા, આમિરે કાસ્ટિંગ ડાયરેક્ટર્સને ઈમરાનનું નામ સૂચવ્યુ હતું. ઈમરાનને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને તેણે ક્ષણવારની રાહ જોયા વગર જ હા પાડી દીધી હતી.

અહેવાલો અનુસાર, રણવિર અને રણબિર આ રોલ કરવા માટે તૈયાર નહોતા થઈ રહ્યા કારણ કે ફિલ્મમાં આમિર ખાન હતો. જેના લીધે તેમનો રોલ સેકેન્ડરી બની જતો હતો, જે કારણે તેઓ આમિર સાથે કામ કરવા તૈયાર નહોતા. માટે આમિરે કાસ્ટિંગ ડાયરેક્ટર્સને પૂછ્યું કે શું ઈમરાન આ રોલમાં ફિટ બેસશે અને આ ડાયરેક્ટર્સને પણ લાગ્યું કે મામા-ભાણિયાની જોડી રસપ્રદ રહેશે.

આખરે 'પીકે'માં પહેલી વાર આમિર અને ઈમરાન એકસાથે જોવા મળશે. આ તરફ આમિર ખાન રાજુ હિરાણીની આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહિત છે. સ્ક્રિપ્ટની માંગ અનુસાર એક યુવકના રોલ માટે આખી ઈન્ડસ્ટ્રીમાં શોધ કરવામાં આવી હતી, જે આખરે ઈમરાન ખાનના ફાળે ગયો.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments