Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન-અક્ષય-અજય : એટમ બોમ્બ કે ફુસ્સી બોમ્બ

Webdunia
આખા વર્ષમાં દિવાળીનુ આ અઠવાડિયુ ફિલ્મ રજૂ થવાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો તહેવાર પ્રસંગે પર ફિલ્મ જોવાના મૂડમાં રહે છે, તેથી મોટી ફિલ્મોના નિર્માતાઓની નજર આ અઠવાડિયા પર રહે છે. નબળી ફિલ્મો ઘણીવાર સારો વ્યવસાય કરી લે છે. આ દિવાળી પર સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સની ફિલ્મો જોવા મળશે. આ કારણે હરિફાઈ ખૂબ જ રસપ્રદ રહેશે. સલ્લુ, અજ્જુ અને અક્કીમાંથી કોણ એટમ બોમ્બ સાબિત થશે અને કોણ સુથળી બોમ્બ એ આ દિવાળીમાં ખબર પડશે.

W.D

બ્લૂ

આ ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તા અને જાયદ ખાન જેવા કલાકારો છે. કેટરીના કેફનુ લક ફેક્ટર પણ ફિલ્મમાં છે કારણ કે એ આ ફિલ્મમાં મહેમાન કલાકર તરીકે જોવા મળશે. એ.આર રહેમાનનુ સંગીત છે. પાણીની અંદર ફિલ્માવેલા એક્શન દ્રશ્ય આ ફિલ્મનુ મુખ્યુ આકર્ષણ છે. એંથોની ડિસૂજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ખજાનાની શોધને બતાવવામાં આવી છે. આકર્ષક કલાકારોને કારણે આ ફિલ્મમાં શરૂઆતી ભીડ ખેંચવાની ક્ષમતા છે.

IFM

ઓલ ધ બેસ્ ટ

ગયા વર્ષે રજૂ થયેલી અજય દેવગનની ફિલ્મ 'ગોલમાલ રિટર્ન'એ સફળતા મેળવી હતી. અજયને દિવાળીનુ મહત્વ સમજાય ગયુ છે અને એ જ કારણે તે પોતાના બેનરની 'ઓલ ધ બેસ્ટ'ને દિવાળી પર રજૂ કરી રહ્યા છે. દર્શક તહેવારના પ્રસંગે કોમેડી ફિલ્મોને પ્રાથમિકતા આપે છે અને તેનો લાભ 'ઓલ ધ બેસ્ટ'ને મળી શકે છે. કોમેડી ફિલ્મ બનાવવામાં રોહિતને નિપુણતા મળેલ છે કારણ કે તેમની બંને કોમેડી ફિલ્મો (ગોલમાલ અને ગોલમાલ રિટર્ન)એ સફળતા મેળવી છે. દર્શકોને આકર્ષિત કરવા માટે કલાકારોની ભીડ(અજય દેવગન, બિપાશા બાસુ, સંજય દત્ત, મુગ્ધા ગોડસે, ફરદીન ખાન)પણ હાજર છે

IFM

મૈ ઔર મિસેજ ખન્ના

' વોંટેડ'ની સફળતાનો લાભ 'સલમાન ખાન'ની 'મૈ ઔર મિસેજ ખન્ના'ને મળી શકે છે. સલમાન અને કરીના કપૂરની જોડી આ ફિલ્મમાં જોવા મળશે. આ જોડી માટે દિવાળી ભાગ્યશાળી સાબિત નહોતી થઈ, જ્યારે વર્ષ 2005માં દિવાળી પર રિલીજ 'ક્યોકી' ફ્લોપ થઈ હતી. 'મે ઔર મિસેજ ખન્ના'ને પ્રેમ સોનીએ નિર્દેશિત કરી છે. સલમાન આ ફિલ્મમાં એક્શન કે કોમેડી નહી કરે. ઈમોશન અને રોમાંસથી ભરેલી આ ફિલ્મને દર્શકોને પ્રેમ મળશે કે નહી એ દિવાળી પર ખબર પડશે.


13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments