Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહીદ કપૂરને કોણે પાડ્યો સ્કુટર પરથી?

Webdunia
IFM
આમ તો શાહીદ કારમાં ફરવાનું પસંદ કરે છે, પરંતુ 'કમીને' ફિલ્મની શુટિંગ દરમિયાન તેમને સ્કૂટર પર બેસવું પડ્યું. શાહીદનો અનુભવ સારો ન રહ્યો અને તેમને સ્કૂટર ચલાવી રહેલ વ્યક્તિએ નીચે પાડી દિધા.

યુનિટના લોકોનું હાસ્ય રોકાઈ રહ્યું ન હતું. આ જોઈને પણ શાહીદને તે માણસ પર જરા પણ ગુસ્સો ન આવ્યો જે સ્કૂટર ચલાવી રહ્યો હતો. અરે ગુસ્સો આવે પણ કેમ કેમકે, આખરે આ કામ સુંદર પ્રિયંકા ચોપડા કરી રહી હતી. પ્રિયંકા માટે તો શાહીદ એક વખત નહિ પણ દસ વખત સ્કૂટર પરથી પડવા તૈયાર થઈ જાય.

યુનિટના એક સભ્યનું કહેવું છે કે સીનને અનુસાર પ્રિયંકાને માત્ર 15 મીટર સુધી જ સ્કૂટર ચલાવવાનું હતું અને શાહીદને પાછળ બેસવાનું હતું. આ એકદમ સરળ શોટ લાગી રહ્યો હતો પરંતુ તેને ફિલ્માવવામાં ઘણો સમય લાગી ગયો.

જેવું નિર્દેશકે એક્શન કહ્યું કે, સ્કૂટરની એડ કરનાર પ્રિયંકાએ સ્કૂટર ચલાવ્યું. તે સંતુલન ન જાળવી શકી અને સ્કૂટરની સાથે સાથે શાહીદ અને પ્રિયંકા પણ નીચે પડી ગયાં. જો કે ગતિ ધીમી હતી એટલા માટે બંનેને ઈજા ન થઈ.

રસ્તો ભીનો હતો અને ચારેય તરફ કીચડ હતો. શાહીદ-પ્રિયંકા કીચડમાં પડી ગયાં અને બંને સ્ટાર્સને આ સ્થિતિમાં જોઈને બધા જ હસવા લાગ્યા. કેમકે બંનેના ડ્રેસ ખરાબ થઈ ગયાં હતાં તેથી તેને સાફ કરવામાં અને આગામી સીન ફિલ્માવવામાં એક કલાક લાગ્યો.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments