Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજશ્રીની નવી ફિલ્મ 'એક વિવાહ એસા ભી'

Webdunia
IFM
પારિવારિક ફિલ્મો બનાવવામાં રાજશ્રી પ્રોડક્શનો કોઈ જવાબ નથી. તેમની સાફ સુથરી ફિલ્મો પરિવારની સાથે જોવાલાયક રહે છે. કેટલાય લોકો આ બેનરની ફિલ્મની રાહ જોતા હોય છે.

આ બેનર દ્વારા નિર્મિત 'એક વિવાહ એસા ભી'નુ શૂટિંગ ઝડપથી ચાલી રહ્યુ છે. એક મહિના સુધી આ ફિલ્મનુ શૂટિંગ ભોપાલમા ચાલ્યુ. મુંબઈના ફિલ્મસિટીમાં પણ 55 દિવસો સુધી આ ફિલ્મનું શૂટિંગ થયુ. ફિલ્મન મુખ્ય દ્રશ્યો અને ગીતોનું શૂટિંગ પુરૂ થઈ ચૂક્યુ છે.

કલા નિર્દેશક સંજય ધાબાદેએ ભારતના નાના શહેરોની જેમ સેટ બનાવ્યો. જેમાં પાતળી ગલીઓ, મંદિર અને દર્ગા, થાંભલા પર લાગેલા બેનર અને વીજળીના તારોનુ જાળને વિશેષ દ્રષ્ટિ પડે તે રીતે બનાવ્યા છે. આ સેટ પણ ફિલ્મના એક પાત્રની જેમ જ પોતાની હાજરી નોંધાવશે.

રાજશ્રી પ્રોડક્શન હંમેશા નવા અને યુવા કલાકારોને તક આપી છે. નિર્દેશન, સંગીત, ગીતકાર, અભિનેતા, લેખકના રૂપામં કેટલીય વ્યક્તિઓ બોલીવુડને આ બેનરે આપી છે. સ્વ તારાચંદ બડજાત્યાની આ પરંપરાને સૂરજ બડજાત્યાએ જીવીત રાખી છે.

આ ફિલ્મ દ્વારા તેમણે નિર્દેશક કૌશિક ઘટકને તક આપી છે. કૌશિકની ભલે આ પહેલી ફિલ્મ હોય, પણ તેમણે ટીવી સિરીયલોના નિર્દેશનનો સારો અનુભવ છે. 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી', 'સંજીવની' અને 'વો રહેને વાલી મહેલો કી' જેવી સિરીયલોનુ તે કુશળતા પૂર્વક નિર્દેશન કરી ચૂક્યા છે.
IFM

' એક વિવાહ એસા ભી' રાજશ્રી પ્રોડકશનની 52મી ફિલ્મ છે. આની વાર્તામાં સંબંધોની મજબૂતી અને સુંદરતાને રેખાંકિત કરવામાં આવી છે. ફિલ્મમાં ઈશા કોપ્પિકર, સોનૂ સૂદ, આલોકનાતહ, સ્મિતા જયકર, અનંગ દેસાઈ, જયા ભટ્ટાચાર્યાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મના નિર્માતા છે કમલ કુમાર બડજાત્યા, રાજકુમાર બડજાત્યા, અજીત કુમાર બડજાત્યા. ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈન છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments