Webdunia - Bharat's app for daily news and videos

Install App

મે મહિનામાં રજૂ થનારી ફિલ્મો

Webdunia
IFM
મે મહિનો બોલીવુડ માટે રાહતવાળો મહિનો કહેવાય છે. શાળા અને મોટાભાગના કોલેજોનુ વેકેશન પડી જાય છે અને મનોરંજન માટે દર્શકો સિનેમાઘર તરફ જાય છે. પણ આ વખતે ક્રિકેટ ફિલ્મ આડે આવીને બાધા નાખી રહ્યુ છે.

આઈપીએલ સ્પર્ધાના હેઠળ ચાલી રહેલ રોમાંચક મેચોને કારણે સાંજના અને રાતના શો પર અસર પડી રહી છે. મે ના આખા મહિના દરમિયાન આ સ્પર્ધા ચાલશે, જેનો પ્રભાવ ફિલ્મો પર પડશે. છતાં પણ મે મહિનામાં ઘણી ફિલ્મો રજૂ થઈ રહી છે. જો કે મોટાભાગની ફિલ્મો ઓછા બજેટની છે.

2 મે ના રોજ લાંબા સમયથી બનીને તૈયાર 'મિ.વ્હાઈટ મિ.બ્લેક' દર્શકોને જોવા મળશે. આ ફિલ્મનુ નિર્દેશન દીપક શિવદાસાનીએ કર્યુ છે. સુનિલ શેટ્ટી અને અરશદ વારસી જેવા કલાકારો આ ફિલ્મના નાયક છે જે હાલ ચરિત્ર ભૂમિકાઓમાં જોવા મળી શકે છે.

'મિ. વ્હાઈટ મિ. બ્લેક'ની સ્ટોરી માટે ક્લિક કરો.
અનંત મહાદેવનની ફિલ્મ 'અનામિકા' રહસ્ય અને રોમાંચથી ભરેલી છે. કહેવાય છે કે આની વાર્તા હોલીવુડની ફિલ્મ 'રેબેકા' પરથી ઉઠાવી છે. ડીનો મોરિયા, કોઈના મિત્રા અને મિનિષા લાંબાએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સિવાય પ્રણાલી- ધ ટ્રેડિશન, આયરન મૈન(ડબ), ખૂન ખરાબા(ડબ), ધ ફોરબિડન કિંગડમ (ડબ) જેવી ફિલ્મો પણ 2 તારીખ શુક્રવારે જોવા મળશે.

'અનામિકા'ની સ્ટોરી માટે ક્લિક કરો.

IFM

9 મે ના રોજ રજૂ થનારી બી.આર ફિલ્મસની 'ભૂતનાથ' થી બોલીવુડને ઘણી આશાઓ બંધાઈ છે. આ ફિલ્મ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. બાળકોની રજાઓ છે જેનો લાભ આ ફિલ્મને મળી શકે છે. અમિતાભ બચ્ચન, જૂહી ચાવલા અને અમન સિદ્દીકી આ ફિલ્મના મુખ્ય કલાકાર છે. શાહરૂખ ખાને પણ આ ફિલ્મમાં વિશેષ ભૂમિકા ભજવી છે.

'ભૂતનાથ'ની સ્ટોરી માટે ક્લિક કરો.
આ ફિલ્મનો મુકાબલો કરશે જૂનિયર મિથુન એટલે કે મિમોહ ચક્રવર્તી. મિમોહ પોતાની ફિલ્મ 'જિમી' રજૂ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છે. આશા રાખીએ કે તેમની આ ફિલ્મ સિનેમાઘરોનુ મોઢુ જોઈ લેશે. રાની એનાકોંડા(ડબ) અને મેં હૂ કિંગકોંગ(ડબ) પણ આ તારીખે રજૂ થશે.

'જિમી'ની સ્ટોરી માટે ક્લિક કરો.

IFM
16 મે ના રોજ ઈમરાન હાશમીની 'જન્નત' ફિલ્મમાં સોનલ ચૌહાણની સાથે રોમાંસ કરતા જોવા મળશે. ઈમરાને સતત ફ્લોપ ફિલ્મો આપી છે. આ જ હાલત વિશેષ ફિલ્મસની પણ છે. બંનેને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. ક્રિકેટના દરમિયાન થતી મેચ ફિક્સિંગ પર આ ફિલ્મમાં પ્રકાશ નાખવામાં આવ્યો છે. ઈમરાનને બુકીના રૂપે બતાવવામાં આવ્યો છે.

'જન્નત'ની સ્ટોરી માટે ક્લિક કરો.
હોલીવુડ ફિલ્મોના શોકીન 'નાર્નિયા - ધ કૈસ્પિયન'ની રાહ જોઈ રહ્યા છે. જે આ દિવસે રજૂ થશે. આ બે મોટી ફિલ્મોની વચ્ચે 'મેદાન-એ-જંગ' પણ રજૂ થશે.

મિમોહની ફિલ્મ 9મે ના રોજ રજૂ થઈ રહી છે તો તેમના પિતા મિથુન 23 મેના રોજ ડોન મુથુસ્વામીના રૂપમાં જોવા મળશે. મિથુનની વધુ એક ફિલ્મ 'જીંદગી તેરે નામ' પણ આ જ દિવસે રજૂ થઈ શકે છે. આ ફિલ્મમાં મિથુન-રંજીતાની હિટ જોડી વર્ષો બાદ જોવા મળશે.
IFM

'ડોન મિથુસ્વામી'ની સ્ટોરી માટે ક્લિક કરો.

અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેરની પહેલી ફિલ્મ 'વુડ સ્ટોક વિલા' પણ આ જ દિવસે રજૂ થશે. આ ફિલમુ નિર્માણ સંજય ગુપ્તા, શોભા કપૂર અને સંજય દત્તે મળીને કર્યુ છે. સિકંદરના કિસ્મતનો નિર્ણય પણ આ ફિલ્મ દ્વારા થશે. રોની સ્ક્રૂવાલાની ફિલ્મ 'આમિર', 'હસતે-હસતે', 'ધૂમ ઘડાકા' અને 'ઘટોત્કચ'ની રજૂઆત પણ 23 મેના રોજ થઈ છે.

30 મેના શુક્રવારે 'મની હૈ તો હની હૈ' જોવા મળી શકે છે, જેમાં ગોવિન્દા, હંસિકા અને સેલિના જેટલીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Show comments