Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધૂમ 3માં આમિર ખાન વિલન બનશે

Webdunia
IFM

યશરાજ ફિલ્મ્સની લોકપ્રિય શ્રેણી 'ધૂમ'ના ત્રીજા ભાગમાં આમિર ખાન ખલનાયકના તેવર બતાવતા જોવા મળશે. તાજેતરમાં જ આમિરે આ બેનરની ફિલ્મમાં કામ કરવાની મંજૂરી આપી દીધી.

' ધૂમ 3' વિશે યશ ચોપડા કહે છે કે 'વાયઆરએફ આમિરની સાથે એકવાર ફરી કામ કરવા જઈ રહ્યા છે અને એ ખૂબ જ ખુશીની વાત છે. ખાસ વાત તો એ કે આમિર 'ધૂમ 3' કરી રહ્યા છે અને મને પૂર્ણ આશા છેકે તેઓ પોતાના સ્ટાર પાવર અને ઉમ્દા અભિનયના બળ પર ધૂમ શ્રેણીને એક જુદા જ સ્તર પર લઈ જશે. આદિત્ય અને વિક્ટર તેની સ્ક્રિપ્ટ પર છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા હતા અને હુ એ કહી શકુ છુ કે આ સુંદર સ્ક્રિપ્ટમાંથી એક છે. મને પૂર્ણ આશા છે કે આમિર અને આદિ સાથે મળીને દર્શકોને એક સારી ફિલ્મ આપશે.

આમિર ખાન કહે છે કે 'હુ પણ યશરાજ સાથે એકવાર ફરી જોડાઈને સારુ અનુભવ કરી રહ્યો છુ. ધૂમ શ્રેણીની ફિલ્મો મનોરંજક અને મસ્તીથી ભરપૂર છે. જ્યારે પણ હું ધૂમની થીમ ટ્યુન સાંભળુ છુ તો મારા પગ નાચવા માંડે છે. વિક્ટરની સ્ક્રિપ્ટએ મારુ દિલ જીતી લીધુ અને હુ તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છુ. સાથે જ હુ જય અને અલીની સાથે સ્ક્રીન શેર કરવા માંગુ છુ. યશજી અને આદિની સાથે એકવાર ફરી કામ કરવુ પણ મારે માટે ખુશીની વાત છે.

' ધૂમ 3'ના આદિત્ય ચોપડા નિર્માતા રહેશે જ્યારે કે વિક્ટર કૃષ્ણ તેને નિર્દેશિત કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિક્ટર યશરાજ ફિલ્મ્સ માટે 'ટશન' બનાવી ચૂક્યા છે. 'ધૂમ 3'ને સન 2012માં ક્રિસમસ પર રજૂ કરવાની શક્યતા છે અને આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપડા પણ રહેશે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments