Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટ-શાહરૂખની વધુ એક ફિલ્મ - હેપી ન્યુ ઈયર !!

Webdunia
P.R

સલમાન ખાનને કદાચ આ સમાચાર સાંભળીને આંચકો લાગી શકે છે. બની શકે કે તે ફરાહ ખાન કે કેટરિના કૈફથી નારાજ પણ થાય! તેની આ સંભવિત નારાજગીનું કારણ એ છે કે કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ મેકર બનેલી ફરાહ ખાન શાહરૂખ ખાન સાથેની તેની મહત્વાકાંક્ષી ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'માં કેટરિના કૈફને લે તેવી વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ અને કેટરિના હાલ યશરાજ બેનરની એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. સહુ જાણે છે તેમ કેટરિના સલમાનનો એક્સ લવ છે અને શાહરૂખ સલમાનનો નંબર વન દુશ્મન. દુશ્મન શાહરૂખ સાથે એક્સ ગર્લફ્રેન્ડની વધુ એક ફિલ્મ! આ સાંભળીને સલમાનનો પારો સાતમા આસમાને જઇ શકે છે.

જણાવી દઇએ કે ફરહા ખાનની ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર' શાહરૂખ સાથેના તેના સંબંધો વણસ્યા હોવાને લીધે છેલ્લા ત્રણ વર્ષથી લટકી રહી છે. પણ આ બંને વચ્ચે તાજેતરમાં જ પેચ અપ થઇ ગયું હોવાથી બહુ જલ્દી 'હેપ્પી ન્યૂ યર' ફ્લોર પર જાય તેવી સંભાવના છે. ફિલ્મનો હીરો તો શાહરૂખ છે જ પણ વાત જ્યારે હિરોઇનને પસંદ કરવાની આવી ત્યારે ફરહાએ કેટરિના પર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોનું માનીએ તો કેટરિના પણ 'તીસ માર ખાં' બાદ ફરહા સાથે ફરીથી કામ કરવા ઉત્સુક છે. કેટરિનાની તો એવી પણ ઇચ્છા છે કે તેની બહેન ઇઝાબેલની બોલિવૂડ ડેબ્યુમાં ફરહા જ તેને ડાયરેક્ટ કરે.

તો હવે જોવાનું એ રહ્યું કે ફરહા તેની ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'માં શાહરૂખ સામે કેટરિનાને સાઇન કરે છે કે કેમ? અને કરે પણ છે તો સલમાનની નારાજગીમાંથી બચી શકે છે કે કેમ! જસ્ટ વેટ એન્ટ વૉચ!

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments