Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીના ધૂમ મચાવશે ?

Webdunia
N.D
લાગે છે કે બોલીવુડ સુંદરી કરીના કપૂરે ફિલ્મ જગતમાં આ વર્ષે ધૂમ મચાવવાનુ નક્કી કર્યુ છે. ખેલાડી કુમાર એટલેકે અક્ષય કુમાર સાથે આવેલ તેમની નવી ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક' તો ધૂમ મચાવી જ ચૂકી છે. ત્યારપછી તેમની પાસે એવી કેટલીક ફિલ્મો છે જે ભલે બોક્સ ઓફિસ પર ન ચાલે પણ ચર્ચામાં જરૂર રહેશે. જેવી કે રેસિલ ડિસિલ્વાની 'કુરબાન'. કરણ જોહરના જાણીતા ધર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવનારી આ ફિલ્મનુ નામ પ્રથમ 'જિહાદ' રાખવામાં આવ્યુ હતુ, જે પછી બદલીને 'કુરબાન' કરી દેવામાં આવ્યુ. આ ફિલ્મમાં કરીના સેફની પત્ની અને તેના બાળકોના માતાનો રોલ ભજવી રહી છે. કરીનાએ આ રોલ માટે પોતાની જાતને વિશેષ રૂપે તૈયાર પણ કરી છે.

ત્યારબાદ સેફ અલી ખાનની સાથે તેમના જ પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવાયેલી ફિલ્મ 'એજંટ વિનોદ' છે. કરીના આ ફિલ્મમાં પણ થોડી જુદા રૂપે જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેના થોડા સ્ટંટસ પણ છે, જેને કરવા કરીના આતુર છે. આ સિવાય ધર્મા પ્રોડક્શંનની વધુ એક આવનારી ફિલ્મમાં પણ કરીનાને લેવામાં આવી છે. આ ફિલ્મ 'સ્ટેપમોમ'નુ હિન્દી સંસ્કરણ હશે અને સૌથી છેલ્લે તેની એક વધુ મહત્વપૂર્ણ ફિલ્મ છે, જે શક્યત: આ બધી ફિલ્મો કરતા વહેલી પડદાં પર આવી શકે છે. આ ફિલ્મ છે 'થ્રી ઈડિયટ્સ'. જેમા એ પહેલીવાર આમિર ખાન સાથે આવી રહી છે. તો હવે કહો કે કરીના આ વર્ષે ધૂમ મચાવશે કે નહી ?

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments