Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશ્વર્યા બેબી આરાદ્યા સાથે લંડનથી પરત ફરી

Webdunia
P.R

બચ્ચન પરિવારની પૌત્રી આરાદ્યા તેના જન્મતાની સાથે જ સમાચારોમાં રહી છે...પહેલા તો એશની પ્રેગનન્સી પછી, બાળકીનો જન્મ, તેનું નામકરણ અને હવે તો તેનો ચહેરો જોવાની તાલાવેલી લાગેલી છે બધાને. અલબત્ત, બચ્ચન પરિવારના દરેક સભ્યની સાથે ઈન્ડસ્ટ્રીમાં રહેલા તેમના મિત્રો પણ પૂરતા પ્રયાસો કરે છે કે કોઈ આરાદ્યાનો ચહેરો મીડિયા સામે ન લાવે.
P.R

પહેલા કાન્સમાં હાજરી આપવા પહોંચેલી એશ જ્યારે મુંબઈ પાછી ફરી રહી હતી ત્યારે ત્યાંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની ટીમે પૂરતી ચોક્સાઈ રાખી હતી કે આરાદ્યાનો ચહેરો ફોટોગ્રાફર્સને ન દેખાય. જ્યારે તે મુંબઈ પાછી આવી ત્યારે તો આખો પરિવાર તેને રિસીવ કરવા માટે એરપોર્ટ પર આવ્યો હતો. એશ જ્યા પણ જાય છે ત્યા આરાધ્યાને સાથે લઈને જાય છે અને તેને કાળા રંગના બેબી કેરિયરમાં રાખીને જ ફરે છે. આ કારણે આરાદ્યાનો ચહેરો એશની સામે રહે છે અને ફોટોગ્રાફર્સને તેનો ચહેરો જોવા નથી મળતો.

P.R

હાલમાં જ ઐશ્વર્યા એક હોટેલ ચેનના ઓપનિંગ માટે લંડન ગઈ હતી. તે પછી એશ પોતાની બેબી આરાદ્યા સાથે લંડનમાં જ થોડો સમય વિતાવી રહી હતી. આ દરમિયાન તે ઘણી વાર લંડનમાં શોપિંગ કરતી પણ જોવા મળી હતી. હવે આજે સવારે જ ઐશ્વર્યા આરાદ્યાને લઈને મુંબઈ પાછી આવી છે. ત્યારે એરપોર્ટ પર હાજર ફોટોગ્રાફરોએ ફરીથી આરાદ્યાનો ફોટો પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ એશ આરાદ્યાને બેબી કેરિયરમાં લઈને જ આવી હતી.
P.R

હા પણ, આ વખતે એશ ઘણી સહજ લાગી રહી હતી. તે ફોટોગ્રાફરોને સ્માઈલ આપી રહી હતી અને તેના ચહેરા પર આરાદ્યાનો ચહેરો જોવા અને ફોટો પાડવા આતુર મીડિયાકર્મીઓને જોઈને કોઈ તણાવ નહોતો લાગી રહ્યો. તમે પણ જુઓ આ તસવીરો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

વધુ જુઓ..

નવીનતમ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments