Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશાના લગ્નમાં સન્ની-બોબીની ગેરહાજરી, અભય દેઓલે ભાઈની ફરજ નિભાવી

Webdunia
P.R
ગઈ કાલે સવારે મુંબઈના પદ્મા પેલેસ (દ્વારકામાં જ્યા કૃષ્ણ ભગવાન અને રૂકમણીના લગ્ન થયા હતાં તે સ્થળની પ્રતિકૃતિ, ઈશ્કોન મંદિર)માં યોજાયેલા લગ્નમાં હેમા અને એશાના નિકટના મિત્રો અને સગાસંબંધીઓ સિવાય બોલિવૂડના અન્ય ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

લગ્નમાં હેમાના પતિ ધર્મેન્દ્રએ પણ હાજરી આપી હતી જેઓ સંગીત અને મહેંદી સેરેમનીમાં દેખાયા નહોતાં. અલબત્ત, તેમના કહેવા પ્રમાણે તેઓ હાજર તો હતાં પણ ફોટોગ્રાફર સામે નહોતા આવ્યાં. જ્યા એક તરફ ધર્મેન્દ્રની હાજરી લોકોનું ધ્યાન ખેંચી રહી હતી ત્યારે બીજી તરફ તેમના દીકરા બોબી અને સન્નીની ગેરહાજરી પણ ઊડીને આંખે વળગતી હતી.

બોબી લંડનમાં શૂટિંગ કરી રહ્યો છે જ્યારે સન્ની દેઓલ મુંબઈમાં હતો પણ તે પણ શૂટિંગમાં વ્યસ્ત હતો. સન્નીએ ફેબ્રુઆરીમાં થયેલી એશાની સગાઈમાં હાજરી આપી હતી પણ લગ્નની એક પણ વિધિમાં જોવા નહોતો મળ્યો. બીજી તરફ, એશાની ઘણી નિકટ એવા અભય દેઓલે લગ્નની બધી જ સેરેમનીમાં હાજરી આપી હતી અને સાથે પોતાની પ્રેમિકા પ્રીતીને પણ લાવ્યો હતો. લગ્ન દરમિયાન તેણે એ બધી જ વિધિઓમાં ભાગ લીધો હતો જેમાં કન્યાના ભાઈની જરૂર હોય.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments