Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય કુમારને ગુજરાતમાં હોટલ ખોલવી છે

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (15:12 IST)
P.R


ફિલ્મ ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા’ના પ્રમોશન માટે ગઈ કાલે અમદાવાદ આવેલા ફિલ્મના ઍક્ટર અક્ષયકુમારે પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને એ પછી ગુજરાતનાં રેવન્યુ મિનિસ્ટર આનંદીબહેન પટેલ સાથે મીટિંગ કરી હતી. મોદી અને આનંદીબહેન પટેલ સાથેની અક્ષયની આ મીટિંગ કરાવી આપવાનું કામ નરેન્દ્ર મોદીના અંગત મિત્ર એવા પરેશ રાવલે કર્યું હતું. પરેશ રાવલ નરેન્દ્ર મોદી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે એ જગજાહેર છે. નરેન્દ્ર મોદીની ઑફિસમાંથી જાણવા મળ્યાં મુજબ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય, ઇમરાન અને સોનાક્ષી એમ ત્રણ જ આવવાનાં હતાં, પણ અક્ષય અને નરેન્દ્ર મોદીની મીટિંગ કરાવવાની હોવાથી પરેશ રાવલ ખાસ અમદાવાદ આવ્યા હતા અને અઢી કલાક સુધી બન્ને મીટિંગમાં સાથે રહ્યા હતા.

મજાની વાત એ છે કે દેશના ભાવિ વડા પ્રધાન માનવામાં આવતાં નરેન્દ્ર મોદીનો હમણાં વિરોધ કરનારા શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી ગઈ કાલે અમદાવાદમાં હતી. એ પછી પણ મોદીને મળવા માટે ગઈ નહોતી. એવું જ હીરો ઇમરાન ખાનનું હતું. પરેશ રાવલ અને અક્ષયકુમાર જ્યારે મોદીને મળવા ગાંધીનગર ગયા ત્યારે ઇમરાન અને સોનાક્ષી બિચારાં પ્રમોશનનું કામ કરતાં રહ્યાં હતાં.
P.R

અક્ષયકુમાર ગુજરાતમાં પ્રોજેક્ટ કરવા માગતો હોવાથી આનંદીબહેન પટેલ સાથે તેની મીટિંગ ગોઠવવામાં આવી હતી. આનંદીબહેન ગુજરાતનાં રેવન્યુ મિનિસ્ટર છે અને આ પદના હિસાબે તે અક્ષયકુમારને જગ્યાની ફાળવણી કરાવી શકે એમ છે. અક્ષયકુમાર ગુજરાતમાં એક નહીં પણ બબ્બે પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યો છે. આ બે પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ વિન્ડ-એનર્જીનો છે તો બીજો પ્રોજેક્ટ હોટેલ ડેવલપમેન્ટનો છે. આનંદીબહેન રેવન્યુ ઉપરાંત શહેરી વિકાસ મંત્રાલય પણ સંભાળતાં હોવાથી અક્ષયના તેના આ બીજા પ્રોજેક્ટમાં પણ આનંદીબહેન હેલ્પરૂપ બની શકે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments