Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેફ-કરીના ડિસેમ્બરમાં ઈંડિયામાં લગ્ન કરશે

Webdunia
P.R
બોલિવૂડની સૌથી વધુ ચર્ચાયેલી જોડી સૈફ અને કરિનાના લગ્નની વાર કે તિથિ તો નક્કી નથી થઈ પણ હા લગ્ન ઈન્ડિયામાં જ થશે. થોડા સમયથી એવી વાતો થઈ રહી હતી કે સૈફ અલી ખાન ભારત છોડીને લંડનમાં જઈને કરિના સાથે લગ્ન કરાવનો છે. અલબત્ત, હવે સૈફે કહી દીધુ છે કે તેઓ ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે અને તે પણ ઈન્ડિયામાં જ.

સૌથી પહેલા સૈફની માતા શર્મિલા ટાગોરે કહ્યુ હતું કે તેમનો પુત્ર 16મી ઓક્ટોબરના રોજ પટૌડી પેલેસમાં કરિના સાથે લગ્ન કરશે.

એક ન્યૂઝ એજન્સી સાથેની ખાસ વાતચીતમાં 41 વર્ષીય સૈફે જણાવ્યુ હતું કે અહેવાલોમાં લખાઈ રહ્યું છે તેમ લગ્ન હાલમાં નથી થવાના.

" મેં હજી લગ્નની તારીખ નક્કી નથી કરી. અમે વર્ષના અંતે લગ્ન કરીશું."

જ્યારે સૈફને પૂછવામાં આવ્યુ કે શું તેઓ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે કે પછી નિકાહ પઢશે, ત્યારે સૈફે કહ્યુ હતું કે, "આ બહુ જ અંગત બાબત છે...હું તેના વિશે વાત કરવા નથી માંગતો."

થોડા સમયથી એવી અફવાઓ ચાલી રહી હતી કે બોલિવૂડના ક્યા વ્યક્તિને બોલાવવા અને કયાને નહીં, તે પળોજણથી બચવા માટે સૈફ ભારતની બહાર લંડન જઈને લગ્ન કરવાનો નિર્ણય લઈ રહ્યો છે. જો કે, અફવાનું ખંડન કરતા સૈફે કહ્યુ હતું કે, "અમે ચોક્કસ જ લંડનમાં લગ્ન નથી કરી રહ્યાં. લગ્ન વિશેની બાકીની વાતો હું તમને નહીં જણાવું કારણે કે તે અંગત બાબત છે. તે અમારી ખાનગી વાત છે."

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments