Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2019 : ધોની-રોહિત શર્માની ટીમ તથા ખેલાડીઓને કેટલા રૂપિયા મળ્યા?

Webdunia
મંગળવાર, 14 મે 2019 (00:56 IST)
ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કરતાં ચેન્નઈની સામે 150 રનનું લક્ષ્ય રાખ્યું હતું. આ ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 148 રન બનાવી શકી હતી. મુંબઈ ઇન્ડિયન્સ ચાર વખત આઈપીએલ ટુર્નામેન્ટ જીતની સૌથી વધારે વખત ચૅમ્પિયન થનારી ટીમ બની ગઈ છે. મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સના શેન વૉટસને સૌથી વધારે 80 રન કર્યા હતા અને સૌથી વધારે વિકેટ મુંબઈ ઇન્ડિયન્સના ચાહરે લીધી હતી. હવે જ્યારે આઈપીએલની આ ટુર્નામેન્ટ ખતમ થઈ ગઈ છે ત્યારે એક સવાલ એવો પણ થઈ શકે છે કે આઈપીએલ રમનારા ખેલાડીઓને હરાજીની રકમ સિવાય શું મળે છે?
 
IPLના ખેલાડીઓને શું મળ્યું?
 
1. આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવે છે. નિયમો પ્રમાણે આ રકમનો અડધો હિસ્સો ટીમની ફ્રેન્ચાઇઝીને મળે છે જ્યારે અડધો હિસ્સો ખેલાડીઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે.
 
2. આઈપીએલની ફાઇનલમાં આવીને હારી જનારી એટલે કે રનર અપ થનારી ટીમને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
 
3. આઈપીએલ દરમિયાન એક ઊભરતા ખેલાડીને પણ ટ્રૉફી આપવામાં આવે છે. આ સાથે જ આ ખેલાડીને 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ખેલાડીની પસંદગી ટીવી કૉમેન્ટ્રી કરનારા તથા આઈપીએલની વેબસાઇટ પર લોકોના મતના આધારે કરવામાં આવે છે. આ સિઝનમાં શુભનમ ગિલને આ ખિતાબ મળ્યો છે.
 
4. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને ઑરૅન્જ કૅપ આપવામાં આવે છે. ઑરૅન્જ કૅપ જીતનાર ખેલાડીને 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નરને આ કૅપ મળી છે. વૉર્નરે 69.20ની સરેરાશથી 692 રન બનાવ્યા છે.
 
5. ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે વિકેટ લેનારા એક બૉલરને પર્પલ કૅપ આપવામાં આવે છે. આ ખેલાડીને પણ 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. આઈપીએલની 12મી સિઝનમાં આ કૅપ ચેન્નઈ સુપર કિંગ્સના ઇમરાન તાહિરને મળી છે. ઇમરાને 26 વિકેટ લીધી છે.
 
6. ટુર્નામેન્ટમાં મોસ્ટ વૅલ્યૂએબલ ખિલાડીનું ઇનામ પણ હોય છે. જે એવા ખેલાડીને આપવામાં આવે છે જેને સૌથી વધારે પૉઇન્ટ મળ્યા હોય. આ પૉઇન્ટ ફૉર, સિક્સ, ડૉટ બૉલ, કૅચ અને સ્ટંપના આધારે આપવામાં આવે છે. આવા ખેલાડીને પણ 10 લાખ રૂપિયા આપવામાં આવે છે.
 
7. 2019માં વીવો પરફેક્ટ કૅચ ઑફ ધી મૅચનો ખિતાબ એક ખેલાડીને દર મૅચમાં આપવામાં આવે છે. મૅચ દરમિયાન સારો કૅચ કર્યો હોય તેવા ખેલાડીને એક 1 લાખ રૂપિયા, ટ્રૉફી અને વિવોનો ફોન આપવામાં આવ્યા હતા.
 
8. પ્લેઑફમાં મૅન ઑફ ધી મૅચનો ખિતાબ જેમાં ખેલાડીને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. ટીવી કૉમેન્ટરીની ટીમના સભ્યો એક મૅચમાં સારું પ્રદર્શન કરે તેની પસંદગી કરે છે. જેમને રૂપિયાની સાથે ટ્રૉફી પણ આપવામાં આવે છે. લીગ મૅચમાં આ ખિતાબમાં મળનારી રકમ 1 લાખ રૂપિયા છે.
 
9. આઈપીએલમાં સૌથી વધારે સ્ટ્રાઇક રેટ ધરાવનારા ખેલાડીને પણ ટ્રૉફી સાથે એક એસયુવી કાર આપવામાં આવે છે.
 
10. આઈપીએલમાં દરેક મૅચમાં 2019માં એફબીબી સ્ટાઇલિશ પ્લેયર ઑફ ધી મૅચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. જેમાં ખેલાડીને ટ્રૉફીની સાથે-સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. જેમાં ખેલાડીને પર્ફૉમન્સ અને સ્ટાઇલના આધારે પસંદ કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments