Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડા પ્રધાન મોદીના મહાત્મા ગાંધી વિશેના નિવેદનથી વિવાદ, કૉંગ્રેસે કહ્યું, ‘ગાંધીજીની વિરાસતને નષ્ટ કરવામાં મોદીનો ફાળો’

Webdunia
ગુરુવાર, 30 મે 2024 (16:13 IST)
વડા પ્રધાન મોદીના મહાત્મા ગાંધી વિશેના નિવેદનથી વિવાદ, કૉંગ્રેસે કહ્યું, ‘ગાંધીજીની વિરાસતને નષ્ટ કરવામાં મોદીનો ફાળો’
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો છે કે રિચર્ડ ઍટનબરોની ‘ગાંધી’ ફિલ્મ પછી દુનિયાને મહાત્મા ગાંધીમાં દિલચસ્પી ઉભી થઈ.
 
તેમણે સમાચાર ચેનલ એબીપીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “શું ગત 75 વર્ષમાં આપણી જવાબદારી ન હતી કે સમગ્ર દુનિયા મહાત્મા ગાંધીને ઓળખે? પરંતુ આપણે એવું ન કર્યું.”
 
તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીને કોઈ ઓળખતું ન હતું, મને માફ કરજો. પરંતુ પહેલી વાર ‘ગાંધી’ ફિલ્મ બની ત્યારે દુનિયાને જિજ્ઞાસા ઊભી થઈ કે આ માણસ કોણ છે? આપણે તેમના માટે કંઈ ન કર્યું. આ 
 
આપણું (દેશનું) કામ હતું.”
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.
 
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું, “માત્ર ઍન્ટાયર પૉલિટિકલ સાયન્સના વિદ્યાર્થીને જ મહાત્મા ગાંધીને જાણવા માટે ફિલ્મ જોવાની જરૂર પડી શકે.”
કેરળ કૉંગ્રેસે ગાંધીજીના 1930ના દાયકાના લંડન, પેરિસ અને સ્વિટ્ઝરલૅન્ડની યાત્રાનાં દૃશ્યો શેર કરતાં લખ્યું હતું કે, “આ દેશોમાં ગાંધીજી જ્યાં પણ જતાં હતાં ત્યાં ભીડ તેમને ઘેરી લેતી હતી. તેમના 
 
જીવનકાળમાં ગાંધીજી દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા હતા. ભારતને હજુ પણ ગાંધી અને નહેરુનાં નામે ઓળખવામાં આવે છે. ગાંધીજી પોતાના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોથી જાણીતા હતા. ઓછામાં ઓછું 
 
ગાંધીજીની વાત હોય ત્યારે તો તમે સાચું બોલો.”
 
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ઍક્સ પર લખ્યું છે કે, “એ ખબર નથી પડતી કે વડા પ્રધાન એ કઈ દુનિયામાં જીવે છે જ્યાં 1982 પહેલાં ગાંધીજીને દુનિયાભરમાં માનવામાં આવતા નહોતા. જો કોઈએ મહાત્મા 
 
ગાંધીની વિરાસતને નષ્ટ કરી હોય તો એ સ્વયં હાલના વડા પ્રધાન જ છે. વારાણસી, દિલ્હી અને અમદાવાદમાં તેમની સરકારે જ ગાંધીવાદી સંસ્થાઓને નષ્ટ કરી છે.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

યુપી બાદ ઝારખંડમાં ભયાનક અકસ્માત, 12 લોકોના ઘટનાસ્થળે જ મોત, સ્લીપર બસ રસ્તાની વચ્ચે પલટી ગઈ

હેર ડ્રાયર અકસ્માતમાં ભૂતપૂર્વ સૈનિકની પત્નીએ બંને હાથ ગુમાવ્યા

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

Gujarat Weather Today: ગુજરાતમાં ઠંડી વધી રહી છે, પારો ગગડી રહ્યો છે; જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોની સ્થિતિ

UP accident news- યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 5ના મોત, બારીઓ તોડીને લોકો બહાર આવ્યા

આગળનો લેખ
Show comments