Biodata Maker

રાજસ્થાનના બાડમેરમાં રામકથાનો મંડપ તૂટતાં 14 લોકોનાં મૃત્યુ, 24 ઘાયલ

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (07:02 IST)
રાજસ્થાનના બાડમેરમાં રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા અને વરસાદથી મંડપ તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ઘટના સાંજે બની હતી જેમાં 24 લોકો ઘાયલ થયા છે.
રાજસ્થાનનાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પ્રત્યે શોક વ્યકત કર્યો છે.
વડા પ્રધાન કાર્યાલયે સત્તાવાર ટ્ટિટર અકાઉન્ટ પરથી કહ્યું કે રાજસ્થાનના બાડમેરમાં મંડપ તૂટી પડવાની ઘટના કમનસીબ છે. મૃત્યુ પામનારના પરિવારજનો પ્રત્યે હું સાંત્વના પાઠવું છું અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી આશા છે.
મુખ્ય મંત્રી અશોક ગેહલોતે જિલ્લા તંત્રને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાતં તેમણે મૃત્યુ પામનાર તથા ઘાયલ થનાર લોકોને સંભવિત તમામ નાણાકીય મદદથી સહયોગ કરવાનું કહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments