rashifal-2026

Ayodhya ram mandir - અયોધ્યા રામ મંદિરમાં ક્યારે શરૂ થઈ રહ્યા છે દર્શન, જાણો કઈ તારીખ આવી રહી છે

Webdunia
મંગળવાર, 20 જૂન 2023 (15:42 IST)
Ayodhya's Ram Mandir- ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહ્યા રામલલાના ભવ્ય મંદિરના ખુલવાને લઈને મોટી જાણકારી સામે આવી છે. અયોધ્યાના ભવ્ય રામા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. હકીકતમાં મંદિર નિર્માણનો કાર્ય ખૂબ તીવ્રતાથી ચાલી રહ્યો છે. પ્રથમ ફેજનો કામા આ વર્ષે ડિસેમ્બરા સુધી પૂરા કરવાની તૈયારી છે. ભવ્ય મંદિરના પહેલા તળના નિર્માણ કાર્યને અંતિમ રૂપ આપી રહ્યો છે, રામ મંદિરનો નિર્માણા ત્રણ ફેજમાં થશે. પણ પહેલા ફેજના કાર્ય પૂરા થયા પછી અસ્થાયી મંદિરમાં વિરાજમાન રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે. પ્રાણ- પ્રતિષ્ઠાના ઉત્સવા 10 દિવસ સુધી ચાલશે. આ ઉત્સવને 15 થી 24 જાન્યુઆરી સુધી પૂરા કરાશે. 24-25જાન્યુઆરીથી  રામલલાના દરબાર સામાન્ય ભક્તો માટે ખુલી જશે. રામલલા તે પછી તેમના ભવ્ય મંદિરના ગર્ભગૃહથી ભક્તોને દર્શન આપશે. 
 
મકર સંક્રાતિના અવસરે પ્રાણ પ્રતિષ્ઠા 
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનુ કાર્યક્રમ મકર સંક્રાતિના અવસરે કરાશે. 15 જાન્યુઆરી 2024ને પ્રાણા પ્રતિષ્ઠા કાર્યક્રમની શરૂઆત થશે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંદ્ર મિશ્રાએ પ્રાણા પ્રતિષ્ઠાને લઈને ટાઈમલાઈન પર મોટી જાણકારી શેર કરી છે. તેણે જણાવ્યુ કે 24 જાન્યુઆરી સુધી મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલશે. 24-25 જાન્યુઆરી સુધી નવનિર્મિત રામ મંદિરમાં ભક્તો રામલલાના દર્શન કરી શકશે. નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો.
 
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સભારંભને અંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવાની તૈયારી કરી છે. દેશના જુદા-જુદા ભાફોમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના આયોજન કરવાની તૈયારી પહેલાથી છે. આ અવસરે દેશના બધા મંદિરોમાં ખાસ આયોજન કરાશે, તેમજ વિદેશ સ્થિત ભારતીય દૂતાવાસમાં પણ રામા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના કાર્યક્રમ આયોજીત કરાશે. 
 
નૃપેંદ્ર મિશ્રએ કહ્યુ કે અયોધ્યમાં 7 થી 10 દિવસ ખાસ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમ આયોજીત કરાશે તે પછી શ્રદ્ધાળુ રમલલાના દર્શન કરી શકશે. વૈશ્વિક સ્તરા પર થતા કાર્યક્રમના આયોજનથી મોદી સરકાર રામ મંદિરના નિર્માણને મોટા સ્તર પર લેવાની તૈયારી કરી રહી છે. વિદેશી દૂતાવાસોમાં આયોજિત કાર્યક્રમો દ્વારા વિદેશી ભારતીયો રામલલાના દર્શન કરી શકશે.
 
કાર્યક્રમ પહેલા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ જશે. રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર કરવામાં આવશે. મંદિરનો પહેલો માળ પૂર્ણ થઈ ગયો હોવો જોઈએ. આ ઉપરાંત ગુરુ મંડપ પણ તૈયાર થશે. ગર્ભગૃહના દરવાજા પણ તૈયાર કરવામાં આવશે. આ દરવાજાઓને સોનાથી ઢાંકવાની તૈયારી ચાલી રહી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા આ ભવ્ય કાર્યક્રમ દ્વારા એક મોટો સંદેશ આપવાની તૈયારીઓ કરવામાં આવશે.
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

આગળનો લેખ
Show comments