Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુનિયાની સૌથી બદસૂરત સ્ત્રીને દોઢસો વર્ષ પછી દફનાવી

Webdunia
P.R
દુનિયાની સૌથી બદસૂરત મહિલાના રૂપમાં જાણીતી જૂલિયા પેસ્ટરાનાની લાશને 150 વર્ષના લાંબા સમય પછી છેવટે દફનાવવામાં આવી છે.

19 મી સદીમાં જૂલિયા પેસ્ટરાના દુનિયાની સૌથી બદસૂરત મહિલાના રૂપમાં ઓળખાતી હતી, કારણ કે આનુવાંશિક રૂપથી જ તેનો ચેહરો વાળથી ઢાંકેલો હતો.

લાતિન અમેરિકી દેશ મેક્સિકોમાં 1834માં જન્મેલ જૂલિયાનુ મોઢું ઘણી હદ સુધી બહાર નીકળેલુ હતુ. આ જ કારણથી તેને રીંછ (ભાલૂ)મહિલા પણ કહેવામાં આવતી હતી.

1850 ના દસકામાં જૂલિયા એક અમેરિકી સર્કસના માલિક થિયોડોરે લેંટને મળી. પછી બંનેયે પરસ્પર લગ્ન કર્યા. ત્યારબાદ જૂલિયા લેટના સર્કસમાં પોતાનો શો રજૂ કરતી રહી.

1860 માં મોસ્કોમાં એક બાળકને જન્મ આપ્યા બાદ જૂલિયાનુ મોત થઈ ગયુ. નવજાત બાળકનો ચેહરો પણ જૂલિયા જેવો જ હતો પણ તે વધુ સમય સુધી જીવિત ન રહ્યો.

શબનો ઉપયોગ

દુનિયાની સૌથી બદસૂરત મહિલાની લાશને 150 વર્ષ બાદ દફનાવવામાં આવી. મોત પછી જૂલિયાના અમેરિકી પતિએ લાશને ક્યાય દફનાવી નહી, પણ તેને રાસાયણિક લેપોની મદદથી દુનિયાભરમાં શો કરતો રહ્યો.

આ યાત્રા નોર્વેમાં જઈને થંભી. નોર્વેમાં 1976માં આ લાશને ચોરવાની ઘટના પણ થઈ. જ્યારપછી પોલેસે તેને જપ્ત કરી લીધી. ત્યારબાદ તેને ઓસ્લો વિશ્વવિદ્યાલયમાં સુરક્ષિત મુકવામાં આવી.

હવે જઈને તેનો વિધિપૂર્વક અંતિમ સંસ્કાર થયો. તેને સફેદ તાબૂતમાં સફેદ ગુલાબના ફૂલોની વચ્ચે દફનાવવામાં આવી.

જૂલિયાનો સંઘર્ષ

P.R

સિનાલોઓ ધ લેવ્યા શહેરના લોકોએ તેને અંતિમ વિદાય આપી. સિનાલોઓના ગવર્નર મારિયો લોપેજે કહ્યુ, 'તમે કલ્પના કરો કે જૂલિયાને કેટલુ અપમાન સહેવુ પડ્યુ હશે અને તેમણે તેની પાસેથી પ્રેમ મળ્યો. આ ખૂબ જ ગરિમામય સ્ટોરી છે.

જૂલિયાનો અંતિમ સંસ્કાર કરાવનારા ફાધર જેમી રાયસે કહ્યુ, 'એક માણસ કોઈને માટે કોઈ વસ્તુ નથી હોઈ શકતો.

આ શબને મૈક્સિકો લાવવાનો પ્રયત્ન 2005માં મૈક્સિકોની કલાકાર એંડરસન બારબાટાએ શરૂ કર્યો, જેનુ મૈક્સિકોના અધિકારીઓએ સમર્થન કર્યુ.

એંડૅરસન બારબાટાએ ન્યૂયોર્ક ટાઈમ્સને કહ્યુ, મને લાગે છે કે તે ઈતિહાસ અને વિશ્વની સ્મૃતિમાં ગરિમામયી સ્થાનની હકદાર છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Show comments