ઊંટ સાથે સંકળાયેલી ખરડકળા પણ લુપ્તતાના આરે... ભૂજનાં આર્ટ એન્ડ ક્રાફ્ટનાં જાણકાર એ.એ.વઝીર ખરડ કળા માટે ઘણાં ચિંતિત છે. ખરડ કળા દ્વારા બનાવવામાં આવતી મલ્ટિ-પર્પઝ મેટ ટ્રાવેલિંગ વખતે ઉંટોની પીઠ પર પાથરવામાં આવતી હોય છે. હાલમાં જ ભૂજની ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે વણકર જાતિનાં એકમાત્ર કલાકાર તેમજ ખરડકળા જાણતું છેલ્લું કુટુંબ આજે ભૂજ જિલ્લાનાં કુકમા ગામે વસે છે. જ્યારે વઝીરનું માનવું છે કે હજી પણ ખરડકળાના જાણકાર એવા 2 કે 3 કલાકારો ડોબાણા ગામે વસે છે.
ખરડકળાના જાણકારો અન્ય વ્યવસાય તરફ વળ્યા... ખરડ ડિઝાઈન્સ સામાન્ય રીતે રૂ.3,000થી 10,000ની રેન્જમાં ઉપલબ્ધ હોય છે અને આ ડિઝાઈન્સ સામાન્ય રીતે ઉંટોને લગતા ભરતની ભાત અથવા તો ભૌગોલિક ભાત દર્શાવતી હોય છે. જોકે આજે એ સમય આવી ગયો છે કે ખરડની કોઈ એવી માંગ ન રહેતા આ વણકરોને લેધર પોલિશિંગ કે અન્ય ધંધા તરફ વળવું પડ્યું છે.
સૌજન્ય : જીએનએસ