Biodata Maker

મુસાફરોના અભાવે અમદાવાદ આવતી-જતી 90માંથી 45 ફ્લાઇટ રદ

Webdunia
બુધવાર, 27 મે 2020 (14:12 IST)
અમદાવાદ સહિત દેશભરમાં 25 મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન શરૂ કરાયું છે. મંગળવારે બીજા દિવસે અમદાવાદ એરપોર્ટથી શિડ્યુલ્ડ 90 જેટલી ફ્લાઇટમાંથી 50 ટકા જેટલી ફ્લાઈટોનું સંચાલન કરાયું હતું, જ્યારે બાકીની કેન્સલ કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ લોકડાઉનને પગલે અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા. જો કે 25 મેથી 30 જૂન સુધી પસંદગીના રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ લોકડાઉનમાં ફસાયેલા લોકો સહિત અન્ય કેટલાક લોકોએ પણ બુકિંગ શરૂ કરાવ્યું હતું. જો કે અનેક રાજ્યોમાં હજુ 30 જૂન સુધી લોકડાઉનમાં કોઈ છુટ અપાઈ નહીં હોવાની સાથે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ હજુ સુધી ફ્લાઈટોના સંચાલનને મંજૂરી આપી નથી. જ્યારે કેટલાક રાજ્યોએ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરવાની જાહેરાત કરી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હજુ પણ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. જેના પગલે ફ્લાઈટમાં પુરતા પેસેન્જરો મળતા નથી.  આ પરિસ્થિતિમાં ગોએર દ્વારા જૂનના પ્રથમ સપ્તાહમાં ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અનેક ફ્લાઈટમાં પુરતા પેસેન્જર ન હોવાથી છેલ્લી ઘડીએ રદ કરી પેસેન્જરોને એજ રૂટની અન્ય ફ્લાઈટમાં મોકલવામાં આવી રહ્યા છે. મંગળવારે અમદાવાદથી ઇન્ડિગોની 10, એર ઇન્ડિયાની 2, વિસ્તારાની 2, એર એશિયાની 4 સહિત અન્ય ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

આગળનો લેખ
Show comments