Webdunia - Bharat's app for daily news and videos

Install App

રથયાત્રામાં ભક્તોને રપ,૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ ભગવાનની પ્રસાદી અપાશે

Webdunia
શનિવાર, 2 જુલાઈ 2016 (17:52 IST)
ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા આગામી ૬, જુલાઇ બુધવારના રોજ નીકળનાર છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળી, ૩ બેન્ડવાજાં, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક રહેશે.

દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચશે. સાધુ સંતો સાથે હજારથી બારસો જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચશે. રથયાત્રા દરમિયાન જગન્નાથજી મંદિર તરફથી લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે તેમાં રપ,૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો કાકડી અને બદામ તથા બે લાખ ઉપરણાં પ્રસાદી રૂપે આપવામાં આવશે. સોમવારે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળથી પરત ફરશે. ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ, વિશિષ્ટ પૂજન વિધિ અને નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. રાજ્યપાલ ઓ.પી. કોહલી સવારે વિશિષ્ટ પૂજા આરતી કરવામાં આવશે. મેયર ગૌતમ શાહ દ્વારા મંદિરના ધ્વજારોહણની વિધિ કરાશે. આ જ દિવસે બપોરે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયું છે. રથયાત્રાના આગલા દિવસે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાંજે વિશિ‌ષ્ટ પૂજા આરતી કરશે. રથયાત્રાના દિવસે સવારે ૪-૦૦ વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે. ભગવાનને પરંપરાગત ખીચડી, કોળું અને ગવારફળીનાં શાકનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સવારે ૭ કલાકે પહિન્દ વિધિ કરાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments