Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા પૂર્વે વિશિષ્ટ જળયાત્રા

Webdunia
રવિવાર, 19 જૂન 2016 (23:16 IST)
અમદાવાદ શહેરમાં 139મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી વિશિષ્ટ એવી જલયાત્રા 20 જુનના રોજ નીકળશે. રથયાત્રા પૂર્વેની પૂનમે આ યાત્રામાં વર્ષમાં એક જ વાર ભગવાનના ‘ગજવેશ’માં દર્શન થાય છે. જેમાં ગજરાજની આગેવાનીમાં 600 ધ્વજપતાકા, 108 પારંપરિક કળશ, ડંકા-નિશાન,છત્ર-ચામર સાથે ભવ્યાતિભવ્ય જળયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે.જગન્નાથજી મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે ગજવેશ પાછળ રસપ્રદ કથા છે. આ સમયે ભગવાનને ‘ગજવેશ’ ધારણ કરાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન માત્ર એક જ વખત આ પ્રકારનાં વિશિષ્ટ દર્શન ભક્તોને થાય છે અને પછી ભગવાન મોસાળ જાય છે. જયારે 06/07/2016 ના રોજ રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે.

   જગન્નાથજી મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં 600 ધ્વજપતાકા, 108 પારંપરિક કળશ, ધજા-નિશાન-ડંકા, છત્ર-ચમર સાથે ભગવાનના મહાજળાભિષેક માટે જળ ભરવા માટે રિવરફ્રન્ટ, સાબરમતી નદીના કિનારે, જળયાત્રા દ્વાર-સોમનાથ ભૂદરના આરે જવા માટે નિજ મંદિરેથી નીકળી વિધિવત્, વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગાપૂજન થયા બાદ 108 કળશમાં જળ ભરવામાં આવે છે. ત્યારબાદ નિજ મંદિરે પરત ફરે છે.તેમણે જણાવ્યું હતું કે વિશિષ્ટ રીતે કાવડમાં સજ્જ જાંબુ-મગ-દાડમનો પ્રસાદ વહેંચાય છે .નિજ મંદિરે આવ્યા બાદ સવારે 10 વાગ્યે વિધિવત્ અહીં મહાજળાભિષેક કરવામાં આવે છે . ત્યારબાદ ભગવાન મામાના ઘરે ગયા છે અને હવે રથયાત્રા દિવસે ભગવાનના દર્શન થશે.  

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments