Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોઝા : સાચા મુસલમાનની ઓળખ

Webdunia
ગુરુવાર, 4 ઑગસ્ટ 2011 (17:10 IST)
N.D
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે. હૃદયની શાંતિનો સંબંધ નેકી અને નેક અમલ એટલે કે સારા કર્મો સાથે છે. એટલા માટે જરૂરી છે કે માણસ નેકીના રસ્તા પર ચાલે. રોઝા બુરાઈઓ પર રોક લગાવે છે અને સીધા રસ્તે ચલાવે છે.

પવિત્ર કુરાનના પ્રથમ પારે (અધ્યાય) 'અલિમ લામ મીમ કી સુરત અલબકરહ' ની આયાત નંબર 293માં કહ્યું છે કે ' वल्लाहु य़हदी मय्यँशाउ इला सिरातिम मुस्तक़ीम।' આનો અર્થ છે- અલ્લાહ જેને ઈચ્છે છે સીધો રસ્તો દેખાડે છે.

મગફીરત (મોક્ષ) ની મંજીલ સુધી પહોચવા માટે સીધો રસ્તો છે રોજા. મગફીરત મામલો છે અલ્લાહનો અને જેવું કે મજકૂર (ઉપર્યુક્ત) આયાતમાં કેહવામાં આવ્યું છે તેના દ્વારા ધર્મ આ જ વાત જણાવે છે કે રોઝા સીધો રસ્તો છે. એટલે કે રોઝા રાખીને કોઈ વ્યક્તિ પોતાના ગુસ્સા, લાલચ, વાણી, જેહન અને નફ્સ પર કાબુ રાખે છે તો તે સીધા રસ્તા પર જ ચાલે છે.

જેવું કે પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે રોઝા માત્ર ભુખ-તરસ પર જ કંટ્રોલ કરવાનું નથી પણ ઘમંડ, કપટ, ઝઘડો, બેઈમાની, બદનીયતી, બદતમીઝી વગેરે પર પણ કંટ્રોલ મેળવવાનું નામ છે. આમ તો રોઝા છે જ ધીરજ અને હિંમતનો પયામ. પરંતુ રોઝા સીધા રસ્તા માટેનો અહતિયામ પણ છે. નેકનીયતથી રાખવામાં આવેલ રોઝા નૂરનું નિશાન છે. સારા અને સાચા મુસલમાનની ઓળખ છે.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments