Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vivah Panchami 2022: જાણો આ દિવસની તિથિ, મહત્વ અને પૂજા વિધિ વિશે

Webdunia
સોમવાર, 28 નવેમ્બર 2022 (00:37 IST)
વિવાહ પંચમી 2022 - આ હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ માગશર સુદ પાંચમના દિવસે આવે છે. આ દિવસે, ભક્તો એક દિવસનો ઉપવાસ કરે છે અને સુખી અને સ્વસ્થ દાંપત્યજીવન માટે ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ મેળવે  છે. આ વર્ષે વિવાહ પંચમી 28 નવેમ્બરે 2022ના રોજ ઉજવવામાં આવશે.
 
આ ઉપરાંત એવુ કહેવાય છે કે આ દિવસે ગોસ્વામી તુલસીદાસે રામાયણનું અવધિ સંસ્કરણ (મૂળરૂપે વાલ્મીકિ દ્વારા રચાયેલ) રામચરિતમાનસ પૂર્ણ કર્યું હતું.
 
વિવાહ પંચમી 2022: તારીખ અને શુભ સમય
 
તારીખ: 28 નવેમ્બર સોમવાર
 
વિવાહ પંચમીનું  મહત્વ
હિંદુ ગ્રંથો અનુસાર, માતા સીતાના પિતા રાજા જનકે તેમની પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે માતા સીતા સાથે લગ્ન કરવા આવેલા તમામ રાજાઓ અને રાજકુમારોની સામે એક શરત મૂકી કે તેઓએ ભગવાન શિવનુ પિનાક ધનુષ ઉપાડવું પડશે.  સ્વયંવરમાં ભગવાન રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણે પણ  ભાગ લીધો હતો.
 
જેવો સ્વયંવર શરૂ થયો કોઈ રાજકુમાર કે રાજા પિનાક ધનુષ ઉપાડી શક્યા ન હતા, તેથી ગુરુ વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને ધનુષ્ય ઉપાડવાનો પ્રયાસ કરવા વિનંતી કરી. ભગવાન રામ તરત જ ઉભા થયા અને સહજતાથી ધનુષ્ય ઉપાડી લીધુ. આનાથી રાજા જનક પ્રભાવિત થયા, અને તેમણે ખુશીથી પોતાની પુત્રી સીતાના લગ્ન ભગવાન રામ સાથે કર્યા.
 
વિવાહ પંચમી 2022: પૂજા વિધિ
આ દિવસે, ભારત અને નેપાળમાં ભક્તો, ખાસ કરીને જનકપુરમાં, એક ભવ્ય ઉત્સવનું આયોજન કરે છે.
 
આ દિવસે ભક્તો વિશેષ પૂજા કરે છે અને સુખી અને શાંતિપૂર્ણ લગ્ન જીવન માટે આશીર્વાદ લે છે. ભગવાન રામ અને માતા સીતા પણ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે
(Edited BY-Monica Sahu)   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments