Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુદ્ધ પૂર્ણિમા - દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ

Webdunia
વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.
 
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે.  આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.
 
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.
 
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

વધુ જુઓ..

નવીનતમ

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

ષટતિલા એકાદશી વ્રત કથા shattila ekadashi vrat katha

Shattila Ekadashi Upay: ષટતિલા એકાદશીના દિવસે અજમાવી લો ઉપાયો, આર્થિક અને પારિવારિક જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Shattila Ekadashi 2025: ષટતિલા એકાદશીના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ભગવાન વિષ્ણુ વરસાવશે અપાર આશીર્વાદ.

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

આગળનો લેખ
Show comments