Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂનમ કવિતા - શરદ પૂનમની રઢિયાળી સદા

Webdunia
બુધવાર, 9 ઑક્ટોબર 2019 (14:38 IST)
શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !
 
વદને નવજીવન નૂર હતું;
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી !
 
ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી;
મને સાંભરે આપણી રાત, સખી !
 
તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિં નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી !
 
રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી;
મને સાંભરે આપણી રાત, સખી !
 
પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !
 
હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !
 
– કવિ કાન્ત

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments