Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાયોથી તમારી પરેશાની થશે દૂર

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (07:56 IST)
એવું કહેવાય છે  કે સોમવાર ભગવાન શિવનો દિવસ છે, આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી અને પૂજાની સાથે ચંદ્ર ગ્રહ માટે ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવમાંથી  મુક્તિ મળે છે. સોમવારે શિવને પ્રસન્ન કરીને તમારી ઇચ્છા પૂરી કરવાના કેટલાક ઉપાયો જાણી લો.
 
સોમવારના વિશેષ દિવસે ઘરમાં જ શિવને દૂધ અને પાણીથી અભિષેક કરો અને બિલ્વપત્ર  ચઢાવો. અને ચંદ્ર ગ્રહ માટે દૂધ અને ચોખાનું દાન કરો. સોમવારે જ મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછા 108 વાર જાપ કરો. મંત્ર જાપ કરવા રુદ્રાક્ષની માળા વાપરો.
 
સોમવારે શિવજીના મંદિરમાં જાવ અને ત્યાંના ગરીબ  લોકોને ભોજન કરો. હાલ લોકડાઉન ચાલતુ હોવાથી આપ બહાર ન નીકળશો. તમે ઘરે બેઠા જ પોલીસને ફોન કરીને આ ભોજન ગરીબ લોકો માટે પહોંચાડી શકો છો.  આ જ રીતે સોમવારે ગરીબ સ્ત્રીઓ માટે વસ્ત્રનુ દાન પણ કરી શકો છો. 
 
સોમવારે સવારે તમારા હાથથી ખીર બનાવો અને આ ખીર અપંગ લોકો સુધી પહોંચાડો.  તમારે આ કાર્ય 5 સોમવાર સુધી કરવુ જોઈએ. (લોકડાઉન ખુલી ગયા પછી આપ આ દાન તમારા હાથેથી કરી શકો છો) 
 
જો તમને કોઈ પણ કાર્યમાં વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય, તો એક ઉપાય કરો, કોઈપણ પૂનમના દિવસે, લાલ ચુંદડીમાં  3 કપૂર અને 3 લવિંગ લપેટીને લક્ષ્મી પર ચઢાવી દો.  
 
ભગવાન શિવ ખૂબ ભોળા છે, ભક્ત તેમને સાચી ભક્તિથી માત્ર એક લોટો જળ પણ ચઢાવી દે તો પણ તે ખુશ થાય છે. તેથી જ તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા કેટલાક નાના અને અચૂક  ઉપાય પણ શિવપુરાણમાં લખ્યા છે. આ ઉપાય એટલા સરળ છે કે તેને  સહેલાઈથી કરી શકાય છે.  શિવ પુરાણમાં દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે એક અલગ ઉપાય વર્ણવવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. 
 
ભગવાન શિવને ચોખા ચઢાવવાથી સંપત્તિ મળે છે. તલ ચઢાવવાથી પાપનો નાશ થાય છે. જવ ચઢાવવાથી સુખમાં વૃદ્ધિ થયા છે. ઘઉં ચઢાવવાથી સંતાન પ્રાપ્તિ થયા છે.  આ બધા અન્ન ઈશ્વરને ચઢાવ્યા પછી ગરીબોમાં વહેંચી દેવા જોઈએ. 
 
જાણો શિવપુરણ મુજબ ભગવાન શિવને કયુ પ્રવાહી ચઢાવવાથી કયુ ફળ પ્રાપ્ત થાય છે. 
 
1. જો તાવ આવે તો ભગવાન શિવને જળ ચઢાવવાથી તાત્કાલિક લાભ મળે છે.  સુખ અને સંતાન વૃદ્ધિ માટે જળ દ્વારા શિવની પૂજા ઉત્તમ બતાવાઈ છે. 
2. તેજ મગજ માટે ભગવાન શિવને ખાંડવાળુ દૂધ અર્પણ કરો.
3.  શિવલિંગ ઉપર શેરડીનો રસ ચઢાવવાથી બધી ખુશીઓ પ્રાપ્ત થાય છે.
4. શિવને ગંગાજળ ચઢાવવાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે.
5. ભગવાન શિવનો મધથી અભિષેક કરવાથી ટીબી રોગમાં રાહત મળે છે.
6. શારીરિક રીતે નબળો વ્યક્તિ જો ગાયના શુદ્ધ ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે છે, તો તેની નબળાઇ દૂર થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

આગળનો લેખ
Show comments