Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાપમોચિની એકાદશી વ્રત કથા

Webdunia
ગુરુવાર, 23 માર્ચ 2017 (13:08 IST)
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો. એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો.  સંકલ્પ કરો. સંકલ્પ પછી ષોડષોપચાર (16 સામગ્રીઓથી) સહિત ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરો. 
 
પૂજા પછી ભગવાનની સામે બેસીને ભગવદ કથાનો પાઠ કરો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો. પરિવાર સહિત બેસીને ભગવદ કથા સાંભળો. રાતભર જાગરણ કરો. તેથી રાત્રે પણ કશુ પણ ખાધા વગર ભજન કીર્તન કરીને જાગરણ કરો. 
 
બારસના દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો. ત્યારપછી પોતે ભોજન કરો.  આ રીતે પાપમોચની અગિયારસ કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતીના બધા પાપોનો નાશ કરી દે છે. 
 
પાપ મોચની એકાદશી વ્રત કથા 
ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંઘાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યુ કે મનુષ્ય જે જાણા અજાણે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે ?
 
ત્યારે મહર્ષિ લોમશે કહ્યું હતું.” “નરેશોમાં શ્રેષ્‍ઠ રાજન ! પૂર્વકાળની વાત છે. અપ્‍સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જયાં ગંધર્વોની કન્‍યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્‍યાં મંજુઘોષા નામની અપ્‍સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઇ. મહર્ષિ ચૈત્રરથવનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિનાભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઇ ગઇ. અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મુધર ગીતો ગાવા લાગી. મૂનિશ્રી મેઘાવી ફરતાં ફરતાં ત્‍યાં જઇ પહોચ્‍યા અને એ સુંદર અપ્‍સરાને આ રીતે ગાતી જોઇને અકારણ જ મોહને વશીભુત થઇ ગયા. મુનિની આવી રવસ્‍થા જોઇને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મુકીને એમને આલીંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્‍યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઇ ગયા સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું : બ્રાહ્મન્ ! મને હવે મારા લોકમાં જવાની રજા આપો.”
 
મેઘાવી બોલ્‍યાઃ “દેવી ! જયાં સુધી સવારની સંધ્‍યા ન થાય તયાં સુધી મારી પાસે જ રહો.” અપ્‍સરાએ કહ્યું : “વિપ્રવર ! અત્‍યાર સુધી કોણ જાણે કેટલીયે સંધ્‍યાઓ જતી રહી! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો.” 
 
લોમશજી કહે છેઃ “રાજન ! અપ્‍સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઇ ગયા ! એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્‍યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને સત્તાવન વર્ષ થઇ ગયા અપ્‍સરાને પોતાની તપસ્‍યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્‍યો. એમણે શ્રાપ આપતા કહ્યું. “પાપિણી ! તું પિશાચીની બની જા.” મુનિના શ્રાપથી વિચલીત થવા છતાં એ વિનયથી મસ્‍તક નમાવીને બોલીઃ “મુનિવર ! મારા શ્રાપનો ઉધ્‍ધાર કરો. સત્‍ય પુરુષો સાથે સાત વાકયો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઇ જાય છે. બ્રહ્મન ! હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્‍વામી ! મારા પર કૃપા કરો.”
 
મુનિ બોલ્‍યાઃ “ભદ્રે ! શુ કરું ? તે મારી વર્ષોની તપસ્‍યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ ! ફાગણમાસમાં કૃષ્‍ણપક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે “પાપમોચીની” એ શ્રાપથી મુકત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી ! એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે.”
 
આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્‍યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઇને મુનિવર ચ્‍યવનજીએ પૂછયું. “પુત્ર ! આ શું કર્યું ? તેં તો તરા પૂણ્યનો નાશ કરી દીધો !”  મેઘાવી બોલ્‍યાઃ “પિતાશ્રી ! મે અપ્‍સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે, હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઇ જાય !” ચ્‍યવનજી બોલ્‍યાઃ “પુત્ર ! ફાગણ માસમાં કૃષ્‍ણપક્ષમાં જે પાપમોચિની એકાદશી આવે છે. એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઇ જશે.”
 
 પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્‍ટ થઇ ગયા. આજ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચિનીનું વ્રત કરવાથી એ પિશાભયોજિમાંથી મુકત થઇ અને દિવ્‍ય રુપધારીણી શ્રેષ્‍ઠ અણ્‍સરા બનીને સ્‍વર્ગલોકમાં જતી રહી.
 
 જે મનુષ્‍ય પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, એમના બધાજ પાપો આપોઆપ જ નષ્‍ટ થઇ જાય છે. આ મહાત્‍મ્‍યના પઢનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન ! પાપમોચિની એકાદશી કરવી ઘણીજ અગત્‍યની છે.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments