Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારદીય નવરાત્રી : જાણો કળશ સ્થાપના અને પૂજા

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (13:14 IST)
શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે  છે. આ પર્વ શરૂ થતા પહેલા જ દેશભરના ઘણા રાજ્યોમા તેને લગતી તૈયારીઓ જોવા મળે છે.   આ વખતના શારદીય નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 1 ઓક્ટોબરથી શરૂ થઈને 10 ઓક્ટોબર સુધી રહેશે. પ્રતિપદા તિથિ બે દિવસ હોવાને કારણે નવરાત્ર નવ દિવસની જગ્યાએ 10 દિવસ સુધી રહેશે. 

કેવી રીતે કરશો ઘટ સ્થાપના 
 
સવારે સ્નાન કરો. લાલ વસ્ત્રો ધારણ કરો. ઘરના સ્વચ્છ સ્થાન પર માટીથી વેદી બનાવો. વેદીમાં જવ અને ઘઉ બંને બીજ આપો. એક માટી કે કોઈ ધાતુના કળશ પર રોલીથી સ્વસ્તિકનુ ચિન્હ બનાવો. કલશ પર લાલ દોરો લપેટો. જમીન પર અષ્ટદળ કમળ બનાવો. તેના પર કળશ સ્થાપિત કરો. 
 
કળશમાં ગંગાજળ, ચંદન, દૂર્વા, પંચામૃત, સોપારી, આખી હળદર, કુશા, રોલી, તલ, ચાંદી નાખો. કળશના મોઢા પર 5 કે 7 કેરીના પાન મુકો. તેના પર ચોખા કે જવથી ભરેલુ કોઈ પાત્ર મુકી દો. 
 
એક પાણી ભરેલા નારિયળ પર લાલ ચુંદડી કે વસ્ત્ર બાંધીને લાકડીના પાટલા કે માટીની વેદી પર સ્થાપિત કરી દો. 
 
નારિયળને ઠીક દિશામાં મુકવો ખૂબ જરૂરી છે. તેનુ મોઢી સદા તમારી તરફ અર્થાત સાધક તરફ હોવુ જોઈએ. નારિયળનુ મુખ તેને કહે છે જે તરફ તે ડાળખી સાથે જોડાયેલુ હોય છે. પૂજા કરતી વખતે તમે તમારુ મોઢુ સૂર્યોદય તરફ મુકો. ત્યારબાદ ગણેશજીનુ પૂજન કરો. 
 
વેદી પર લાલ કે પીળુ કપડુ પાથરીને દેવીની પ્રતિમા કે ચિત્ર મુકો. આસન પર બેસીને ત્રણ વાર આચમન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈને માતાનુ ધ્યાન કરો અને મૂર્ત કે ચિત્ર પર સમર્પિત કરો.  આ ઉપરાંત દૂધ, ખાંડ, પંચામૃત, વસ્ત્ર, માળા, નવૈદ્ય પાનનુ પાતુ આદિ ચઢાવો. દેવીની આરતી કરીને પ્રસાદ વહેંચો અને ફળાહાર કરો. 
અથવા આ રીતે પણ કળશ સ્થાપના કરી શકો છો 
કળશ સ્થાપના
નવરાત્રના પ્રથમ દિવસે કળશ  સ્થાપના કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ , કંઠમાં રૂદ્ર અને મૂળમાં બ્રહ્મા સ્થિત છે અને કળશના મધ્યમાં દેવીય માતૃશક્તિઓ નિવાસ કરે છે. કળશના ચારે બાજુ ભીની માટી લગાવીને એમાં જવ વાવવા જોઈએ. જવ ચારે તરફ પાથરી દો જેથી કળશના નીચે ન દબાય એની ઉપર ફરી માટીની એક પરત પાથરો. હવે કળશના કંઠ પર લાલ દોરો બાંધી દો. પછી કળશમાં શુદ્ધ જળ, અથવા ગંગાજળ કંઠ સુધી ભરી દો. કળશમાં આખી સોપારી, દૂર્વા, ફૂલ નાખો. 
 
હવે કળશમાં થોડુ અત્તર નાખો. કળશમાં પંચરત્ન નાખો. કળશમાં થોડા સિક્કા નાખી દો. કળશમાં અશોકના  કે કેરીના પાન મુકી દો. હવે કળશનું  મુખ માટી/ સ્ટીલની વાટકીથી ઢાંકી દો અને આ વાટકીમાં ચોખા ભરી દો. અથવા પાન મુક્યા પછી તેના પર નારિયળ ગોઠવી દો. 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments